Baroda

વડોદરા-રતલામ ચોથી રેલવે લાઇન માટે દાહોદના 13 ગામોની જમીન સંપાદિત કરાશે

By GS Team
25 Nov 20261 min read
TukuTouch Logo
પશ્ચિમ રેલવે રતલામ ડિવિઝન વડોદરા-રતલામ વચ્ચે ત્રીજી-ચોથી લાઈન નાખશે. 258.94 કિલોમીટરના આ પ્રોજેક્ટ માટે દાહોદના લીમખેડા તાલુકાના 13 ગામોની જમીન સંપાદિત કરાશે. પ્રતાપપુરા, પાણીયા સહિતના ગામોની ખેતી અને બિનખેતી જમીન સંપાદન અંગે રેલવેએ અધિસૂચના બહાર પાડી છે. જમીનમાલિકો 30 દિવસમાં ડેપ્યુટી કલેક્ટર, લીમખેડા સમક્ષ વાંધા રજૂ કરી શકશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા-રતલામ ચોથી રેલવે લાઇન માટે દાહોદના 13 ગામોની જમીન સંપાદિત કરાશે

Wester Railways : પશ્ચિમ રેલવેના રતલામ ડિવિઝન દ્વારા વડોદરા-રતલામ વચ્ચે ત્રીજી અને ચોથી રેલવે લાઇનના નિર્માણની કામગીરી આગળ વધારવામાં આવી રહી છે. આ 258.94 કિલોમીટર લાંબી રેલવે પરિયોજના અંતર્ગત દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના 13 ગામોની ખેતી અને બિનખેતી જમીન સંપાદિત કરવાનો રેલવે દ્વારા ઈરાદો જાહેર કરવામાં આવ્યો છે.
આ અંગેની અધિસૂચના પ્રકાશિત કરવામાં આવી છે. જમીન સંપાદન અને તેના ઉપયોગ અંગે કોઈ વાંધો કે રજૂઆત હોય તો અધિસૂચના પ્રકાશિત થયાની તારીખથી 30 દિવસની અંદર રજૂ કરી શકાશે. આ માટે સંબંધિત જમીનમાલિકો અને અસરગ્રસ્તોએ ડેપ્યુટી કલેક્ટર તથા પ્રાંત અધિકારી, લીમખેડા સમક્ષ પોતાના વાંધા રજૂ કરવાના રહેશે.
આ જમીન સંપાદન પ્રક્રિયામાં લીમખેડા તાલુકાનાં પ્રતાપપુરા, પાણીયા, પાલ્લી, લીમખેડા, વાટેડા, દાંતિયા, ડભાડા, કુંઢા, ખીરખાઈ, ઢંઢેલા, મંગલ મહુડી, ઉસરા અને પોલીસીમલ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.