Baroda

નવાયાર્ડના કાર બ્લાસ્ટ જેવો બનાવઃગોત્રીમાં ચાઇનીઝની લારીમાં બે સિલિન્ડર બ્લાસ્ટ થતાં ત્રણ લારીને નુકસાન

By GS Team
7 Nov 20261 min read
TukuTouch Logo
ગોત્રીના નિલામ્બર સર્કલ પાસે આજે વહેલી સવારે ખાણી-પીણીની લારીમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. ચાઈનીઝ લારીમાં આગ લાગતા 2 સિલિન્ડર ધડાકાભેર ફાટ્યા હતા, જેના કારણે આસપાસની અન્ય 2 લારીઓને પણ નુકસાન થયું હતું. સદનસીબે જાનહાનિ ટળી હતી. વાસણા ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

નવાયાર્ડના કાર બ્લાસ્ટ જેવો બનાવઃગોત્રીમાં ચાઇનીઝની લારીમાં બે સિલિન્ડર બ્લાસ્ટ થતાં ત્રણ લારીને નુકસાન

ગોત્રી નિલામ્બર સર્કલ પાસે આજે પરોઢિયે સિલિન્ડર બ્લાસ્ટનો બનાવ બનતાં મોટી દુર્ઘટના થતાં રહી ગઇ હતી.
ગોત્રીના નિલામ્બર સર્કલ પાસે ગોકુલ પાર્ક નજીક ખુલ્લામાં ખાણી પીણીની ત્રણેક લારી હતી.જે પૈકી ચાઇનિઝની લારીમાં કોઇ કારણસર આગ લાગતાં અંદરની ચીજો સળગી ગઇ હતી.
લારીમાં ચારેક સિલિન્ડર હોવાથી બે સિલિન્ડર ધડાકા સાથે ફાટયા હતા,જેને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો.આ સાથે આસપાસની બે લારીને પણ નુકસાન થયું હતું.બનાવની જાણ થતાં વાસણા ફાયર બ્રિગેડના ઓફિસર ગણપતસિંહ ઝાલૈયા ટીમ સાથે દોડી આવ્યા હતા અને આગ કાબૂમાં લીધી હતી.
ફાયર બ્રિગેડના સૂત્રોએ માહિતી આપતાં કહ્યું હતું કે,લારીમાં ચારેક સિલિન્ડર હતા. જેમાંથી એક સિલિન્ડર લીકેજ હોવાથી તેને બહાર કાઢી લીધો હતો અને બીજો એક સિલિન્ડર ખાલી હતો.આગ ફટાકડાને કારણે લાગી છે કે બીજો કોઇ કારણસર લાગી છે તે જાણી શકાયું નથી.
નોંધનીય છે કે,તાજેતરમાં જ નવાયાર્ડ વિસ્તારમાં કારમાં આગ લગાડવાના બનાવમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં આસપાસનો વિસ્તાર ધણધણી ઉઠયો હતો અને પાંચ જણાને ઇજાઓ થઇ હતી.