Baroda

અંકોડિયા કેનાલમાં ડૂબેલા યુવકનો મૃતદેહ બહાર કાઢવા ફાયર બ્રિગેડની મદદ લીધી

By GS Team
10 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરા નજીક અંકોડિયા કેનાલમાં ગુમ થયેલા 30 વર્ષીય ગજેન્દ્રનો મૃતદેહ આજે સવારે મળી આવ્યો. લક્ષ્મીપુરાનો ગજેન્દ્ર ગઈકાલે ગુમ થતા, તેની બાઇક, મોબાઈલ અને ચંપલ કેનાલ પાસે મળ્યા હતા. ફાયર બ્રિગેડે 4 કલાક શોધખોળ બાદ આજે સવારે મૃતદેહ બહાર કાઢ્યો. ગોરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્રણ દિવસ પહેલા પણ ભીમપુરા કેનાલમાં બે વિદ્યાર્થી ડૂબ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

અંકોડિયા કેનાલમાં ડૂબેલા યુવકનો મૃતદેહ બહાર કાઢવા ફાયર બ્રિગેડની મદદ લીધી

Vadodara Fire Brigade : વડોદરા પાસેની અંકોડિયા કેનાલમાં ગઈકાલે યુવક ડૂબ્યો હોવાની આશંકા અને પગલે ફાયર દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. આજે સવારે યુવકનો મૃતદેહ મળી આવતા તેને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવાયો છે.
લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતો ગજેન્દ્ર નામનો 30 વર્ષીય યુવક ગઈકાલે ગુમ થઈ જતા શોધખોળ દરમિયાન અંકોડિયા કેનાલ પાસે બાઈક અને મોબાઈલ મળી આવ્યા હતા. જ્યારે થોડે દૂર ચંપલ પણ મળી આવ્યા હતા.
યુવકની ચાર કલાક સુધી શોધખોળ કરવામાં આવી હતી પરંતુ કોઈ પત્તો મળ્યો ન હતો. આજે સવારે તેનો મૃતદેહ તરી આવતા ફાયર બ્રિગેડને જાણ કરી બહાર કાઢવામાં આવ્યો હતો. ગોરવા પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે ત્રણ દિવસ પહેલા પણ વડોદરાની ભીમપુરા કેનાલમાં બે વિદ્યાર્થી ડૂબી ગયા હતા.