Baroda

હાથીખાનાના મકાનમાં ગેસલીકેજ બાદ પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ,પરિવારના પાંચ દાઝ્યાઃત્રણ મકાનને નુકસાન

By GS Team
12 Oct 20262 mins read
TukuTouch Logo
હાથીખાના વિસ્તારમાં આજે સાંજે એક મકાનમાં પ્રચંડ બ્લાસ્ટ થતાં એક જ પરિવારના 5 સદસ્યો દાઝી ગયા હતા. મહાવત ફળિયામાં ગેસ લીકેજને કારણે બ્લાસ્ટ થયો હોવાનું મનાય છે. સ્થાનિકોએ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જેમાં 2ની હાલત ગંભીર છે. ફાયર બ્રિગેડ અને પોલીસે સ્થિતિ સંભાળી હતી. ફોરેન્સિક તપાસ કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

હાથીખાનાના મકાનમાં ગેસલીકેજ બાદ પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ,પરિવારના પાંચ દાઝ્યાઃત્રણ મકાનને નુકસાન

હાથીખાના વિસ્તારમાં આજે સાંજે એક મકાનમાં પ્રચંડ બ્લાસ્ટ થતાં એક જ પરિવારના પાંચ સદસ્યો દાઝી ગયા હતા.સ્થાનિક રહીશો તરત જ મદદે આવી જતાં ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા.
હાથીખાના મહાવત ફળિયામાં આવેલા એક મકાનમાં રહેતું પરિવાર બહાર ગયું હોવાથી મકાન બંધ હતું.આ દરમિયાન ગેસ લીકેજ થવાને કારણે આખા રૃમમાં ગેસ ભરાઇ ગયો હોઇ મકાન ખોલીને એસી કે ગેસ ચાલુ કરવા જતાં જ બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક તબક્કે મનાઇ રહ્યું છે.
બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના બીજા બે મકાનને નુકસાન થયું હતું.જ્યારે જે મકાનમાં બ્લાસ્ટ સાથે આગ લાગી ત્યાંની ચીજવસ્તુઓ પણ ફંગોળાઇ હતી.આ વખતે એક જ પરિવારના પાંચ સદસ્યો દાઝી જતાં સ્થાનિક રહીશો મદદ માટે દોડી આવ્યા હતા.
બનાવને પગલે ફાયર બ્રિગેડ અને પોલીસ પણ આવી ગયા હતા અને સ્થિતિ સંભાળી હતી.બનાવનું કારણ જાણવા માટે પીઆઇ બીઆર ગોડ અને ટીમ દ્વારા વિગતો મેળવવામાં આવી હતી.આ માટે ફોરેન્સિક નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.ઇજાગ્રસ્તમાંથી બે વ્યક્તિની હાલત ગંભીર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

બ્લાસ્ટમાં દાઝી ગયેલાઓના નામ
(૧)સાજિયાબેન વસિમભાઇ મલેક(૨૩)
(૨)શહેજાદ ફિરોજભાઇ મલેક(૧૯)
(૩)રૃબીનાબેન સાહિલભાઇ મલેક(૨૮)
(૪)મહેમુદાબેન ફિરોજભાઇ મલેક(૪૫)
(૫)વસિમભાઇ ફિરોજભાઇ મલેક(૨૮)

બચાવવા જનાર પર ઇંટ પડતાં ઇજા
પોલીસના કહ્યા પ્રમાણે,બ્લાસ્ટ સાંભળીને લોકો મદદ માટે દોડી આવ્યા હતા.આ વખતે એક વ્યક્તિ પર ઉપરથી ઇંટ પડતાં તેને ઇજા થઇ હોવાનું અમને પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.જેથી આ વ્યક્તિની પણ વિગતો મેળવવામાં આવી રહી છે.