સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના નવા VC તરીકે દિલ્હીના પ્રોફેસરની નિમણૂક, એક વર્ષ સુધી જગ્યા ખાલી રહી હતી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Central University of Gujarat New Vice Chancellor: વડોદરા સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં એક વર્ષ કરતા વધારે સમયથી ખાલી વાઈસ ચાન્સેલરની જગ્યા પર આખરે કેન્દ્ર સરકારે નિમણૂક કરી છે. નવા વાઈસ ચાન્સેલર તરીકે દિલ્હીની ગુરુ ગોવિંદ સિંહ ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીના પ્રોફેસર અને ઈન્ટરનેશનલ અફેર્સના ડાયરેકટર વિજિતા અગરવાલની સરકારે પસંદગી કરી છે.
સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના નવા VC તરીકે દિલ્હીના પ્રોફેસરની નિમણૂક
સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના તેઓ પહેલા મહિલા વાઈસ ચાન્સેલર બન્યા છે. તેમણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી અભ્યાસ કર્યો છે અને ઈન્ટરનેશનલ બિઝનેસ વિષય ભણાવે છે. 10 નવેમ્બરે તેમણે વાઈસ ચાન્સેલર તરીકે પદભાર સંભાળી લીધો હતો. કેન્દ્ર સરકારે દિલ્હીના પ્રોફેસરની આ જગ્યા પર નિમણૂક કરીને વાઈસ ચાન્સેલરની રેસમાં સામેલ કેટલાક ગુજરાતી અધ્યાપકોની બાદબાકી કરી નાખી છે.
નવા VC આગામી પાંચ વર્ષ સુધી વાઈસ ચાન્સેલર તરીકે ફરજ બજાવશે. પ્રો.અગરવાલ દિલ્હી યુનિવર્સિટીની એકેડમિક કાઉન્સિલમાં પણ સભ્ય છે.




