ઓટોમેટિક પિસ્તોલ સપ્લાયર સુરતના વરાછામાંથી ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ક્રાઇમ બ્રાન્ચે આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા-ફરતા મુખ્ય આરોપીને સુરતથી ઝડપી પાડયો છે. આરોપી મધ્યપ્રદેશથી નાસીને સુરતમાં આશ્રય લઈ રહ્યો હોવાની વિગતો જાણવા મળી છે.
મળતી માહિતી મુજબ, ગત ૨૪ ફેબુ્રઆરી ૨૦૨૫ના રોજ ગોલ્ડન ચોકડી નજીકથી પોલીસે એક આરોપી પાસેથી લાયસન્સ વગરની એક ઓટોમેટિક પિસ્તોલ તથા ૨ નંગ જીવતા કારતૂસ જપ્ત કર્યા હતા. તે સમયે ઝડપાયેલા આરોપીની કડક પૂછપરછમાં આ ગેરકાયદેસર પિસ્તોલ અને કારતૂસ મધ્યપ્રદેશના મોરેના જિલ્લાના જૌરા ખાતે રહેતા ધર્મસિંગ નામના શખ્સે પૂરા પાડયા હોવાનો ખુલાસો થયો હતો. ત્યારથી આરોપી ધરપકડ ટાળવા માટે સતત ફરાર થઈ ગયો હતો.ડીસીબી પોલીસને માહિતી મળી હતી કે, આરોપીનું સાચું નામ ધર્મસિંગ ગોપાલસિંગ કુશવાહ (ઉં.વ. ૨૭) છે અને તે હાલ સુરત ખાતે ઓળખ છુપાવીને રહી રહ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતના નાના વરાછા, સીમાડા નાકા ખાતે દરોડો પાડીને સ્વાગત સોસાયટી પાસે વોચ ગોઠવી આરોપીને દબોચી લીધો હતો.




