Baroda

સમાના મંગલ પાંડે બ્રિજ ઉપર ડિવાઇડર પર ચડી ગયેલી કારે સ્ટ્રીટ લાઈટનો થાંભલો તોડ્યો

By GS Team
13 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરાના સમા વિસ્તારમાં મંગલ પાંડે બ્રિજ પર પૂરપાટ ઝડપે જતી કાર ડિવાઇડર પર ચડી સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે અથડાઈ હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. કારચાલકે સ્ટીઅરિંગ પરનો કાબૂ ગુમાવતા આ ઘટના બની. અકસ્માતનો વીડિયો વાયરલ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં કોઈને ઈજા થઈ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

સમાના મંગલ પાંડે બ્રિજ ઉપર ડિવાઇડર પર ચડી ગયેલી કારે સ્ટ્રીટ લાઈટનો થાંભલો તોડ્યો

Vadodara : વડોદરાના સમા વિસ્તારમાં આજે બનેલા અકસ્માતના બનાવવામાં મોટી જાનહાનિ થતા રહી ગઈ હતી. ગઈકાલે જવાહર નગર વિસ્તારના કોયલી રોડ ઉપર ટેમ્પા ચાલકે ડિવાઈડર પર ટેમ્પો ચડાવી સ્ટ્રીટ લાઈટના બે થાંભલા તોડી નાખ્યા હોવાનું બનાવ બન્યો હતો. આજે આવી જ રીતે સમાના મંગલ પાંડે રોડ પર અકસ્માતનો બનાવ બનતા લોકોના જીવ જોખમમાં મુકાયા હતા.
રાત્રી બજાર નજીક મંગલ પાંડે બ્રિજ પરથી એક કાર પુર ઝડપે પસાર થઈ રહી હતી ત્યારે કારના ચાલકે સ્ટીઅરિંગ પરનો કાબૂમાવતા કાર ડિવાઇડર પર ચડી ગઈ હતી અને સ્ટ્રીટ લાઇટના થાંભલામાં ભટકાતા થાંભલો તૂટી ગયો હતો. સારા નસીબે અન્ય કોઈ વાહન ચાલકને ઈજા થઈ ન હતી. બનાવનો વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.