Baroda

વડોદરામાં સોમા તળાવ પાસે ગરબા જોવા ગયેલા 26 વર્ષના યુવકની જૂની અદાવતમાં હત્યા

By GS Team
19 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરામાં સોમા તળાવ નજીક પાર્ટી પ્લોટમાં વણઝારા સમાજના ગરબા દરમિયાન 26 વર્ષીય નિલેશ વણઝારાની હત્યા થતાં ચકચાર મચી છે. જૂની અદાવતમાં હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. મૃતકની માતાએ ખોડા, વશરામ, દિનેશ, વિક્રમ અને વિશાલ સામે આક્ષેપ કર્યો છે. કપુરાઈ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં સોમા તળાવ પાસે ગરબા જોવા ગયેલા 26 વર્ષના યુવકની જૂની અદાવતમાં હત્યા

Vadodara Crime News: વડોદરાના સોમા તળાવ ચાર રસ્તા નજીક આવેલા એક પાર્ટી પ્લોટમાં વણઝારા સમાજના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 26 વર્ષીય નિલેશ વણઝારા નામના યુવકની હત્યા કરી દેવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. જૂની અદાવતને પગલે યુવકની હત્યા કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. બનાવને પગલે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

વણઝારા સમાજના ગરબામાં બની ઘટના

મળતી માહિતી મુજબ, સોમા તળાવ ચાર રસ્તા પાસે આવેલા પાર્ટી પ્લોટમાં વણઝારા સમાજના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 18મી ઓક્ટોબરના રોજ રાત્રે નિલેશ વણઝારાની હત્યા કરવામાં આવી હતી. જૂની અદાવતના કારણે આ હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. બનાવ બાદ કપુરાઇ પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

બીજી તરફ, યુવકના મોતના સમાચાર મળતાં પરિવારજનો સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હોસ્પિટલમાં પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. મૃતકની માતાએ ખોડા, વશરામ, દિનેશ, વિક્રમ અને વિશાલ નામના વ્યક્તિઓ સામે હત્યાનો આક્ષેપ કર્યો છે.

મૃતકની માતાના જણાવ્યાનુસાર, પુત્ર પહેલી વખત વણઝારા સમાજના ગરબા જોવા માટે આવ્યો હતો. ગરબા જોવા આવેલા પુત્રની હત્યા થઈ જતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. હાલ પોલીસ દ્વારા હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા અને સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.