Get The App

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના મેદાન ખાતે યુવાનોએ પેરાગ્લાઈડિંગની તાલીમ મેળવી

- ઉત્તર ગુજરાતના યુવાનો પેરેગલાઈડીંગમાં કારકિર્દી બનાવી શકે છે

- તાલીમ મેળવેલ યુવાનોએ પેરા ગ્લાઈડીંગનો રોમાંચ અનુભવ્યો, ૧૦૦ યુવાનોને તાલીમ આપમાં આવનાર છે

Updated: Mar 9th, 2020

GS TEAM

Google News
Google News
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના મેદાન ખાતે યુવાનોએ પેરાગ્લાઈડિંગની તાલીમ મેળવી 1 - image

પાલનપુર,પાટણ,તા. 08 માર્ચ 2020, રવિવાર

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ પાટણ ખાતે ચાર દિવસ માટે પેરાગ્લાઈડીંગ વર્કશોપનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં યુવાનો પેરાગ્લાઈડીંગની તાલીમ મેળવીને રોમાંચનો અનુભવ કરી રહ્યા છે.

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખેલો ઈન્ડીયા વિચારને મૂર્તિમંત કરવા માટે અમદાવાદ પશ્ચિમના સાંસદ ર્ડા.કિરીટ સોલંકીના માર્ગદર્શન હેઠળ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે તા.૩ થી ૬ માર્ચ દરમિયાન પેરાગ્લાઈડીંગનો સૌ પ્રથમ વર્કશોપ આંતરરાષ્ટ્રીય કક્ષાનો અનુભવ ધરાવતા કોચ પાયલોટ ચંદ્રશેખર (નેેપાળ), કેપ્ટન રામ પી.બુદ્ધા અને બુમન્સ ફુટબોલ ફેડરેશન ઓફ ઈન્ડીયાના જોઈન્ટ સેક્રેટરી પેરાગ્લાઈડીંગ ઓફ ઈન્ડીયાના સેક્રેટરી ટીના કે.દાસની ઉપસ્થિતિમાં યુનિવર્સિટી ગ્રાઉન્ડ પાટણ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ વર્કશોપ ગુજરાતના પાટણ, અમદાવાદ અને સાદરા એમ ત્રણ સ્થળોએ વિવિધ તબક્કામાં કરવામાં આવે છે. જેમાં ૧૦૦ ઉપરાંત લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ વર્કશોપમાં પ્રથમ સ્પર્ધકોને ત્રણ દિવસની બેઝીક ટ્રેનીંગ આપવામાં આવી હતી. જેમાં આજે હેમ.ઉ.ગુ. યુનિ.ના મેદાન ખાતે યુવાનોએ પેરાગ્લાઈડીંગની મજા માણીને રોમાંચનો અનુભવ કર્યો હતો. આ કેમ્પમાં પસંદ થયેલ સ્પર્ધકોને છ મહિના માટે રાષ્ટ્રીય કક્ષાની ફ્લાઈંગ ક્લબમાં વધુ છ મહિના માટેની ટ્રેનીંગ આપવામાં આવશે. જેમાં સંપૂર્ણ રીતે તેમને પેરાગ્લાઈડીંગના પાયલોટ તરીકે ટ્રેનિંગબદ્ધ કરીને દેશ-વિદેશની પેરાગ્લાઈડીંગ ફ્લાઈંગ ક્લબમાં આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે માસિક રૃ.૨૫ હજારથી લઈને વાર્ષિક રૃ.૫ લાખ સુધીના પેકેજની રોજગારીની તકો પુરી પાડવામાં આવશે તેમ ટીના કે.દાસે જણાવ્યું હતું.

Tags :