Get The App

દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન મહિલા બેભાન થઈ ગઈ

- દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન મહિલા બેભાન થઈ ગઈ

- સરકાર દ્વારા બનાવેલ શૌચાલય પણ તોડી પડાયા ઃ રહેણાંક માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરાઈ, હાઈકોર્ટના આદેશ અનુસાર કાર્યવાહી હાથ ધરી છે

Updated: Jan 29th, 2020

GS TEAM

Google News
Google News
દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન મહિલા બેભાન થઈ ગઈ 1 - image

ડીસા, તા. 28 જાન્યુઆરી, 2020, મંગળવાર

ડીસા તાલુકાના જુના ડીસા હાઈવે ઉપર આવેલા સર્વે નંબર ૧૧૫૩ની સરકારી જમીન ઉપર છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટયો હતો. જેના પગલે જાગૃત નાગરિક દ્વારા હાઈકોર્ટમાં ૧૧૫૩ સરકારી જમીન સર્વે નંબર ઉપર દબાણ દૂર કરવા ફરિયાદ દાખલ કરી હતી. જેના પગલે વહીવટી તંત્ર દ્વારા હાઈકોર્ટના આદેશ અનુસાર ૧૧૫૩ ઉપર દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી.

અરજદારની રજુઆતથી હાઈકોર્ટમાં સરકારી જમીન ઉપર છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર બાંધકામ કરીને દબાણો કરવામાં આવ્યા હોવાનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. પરંતુ વહીવટી તંત્ર દ્વારા આજદિન સુધી આ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરીમાં ઢીલાશ રાખવામાં આવી હતી. જે બાદ અરજદાર કલ્પેશભાઈ સુથાર દ્વારા હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જે બાદ ડીસાના નાયબ કલેક્ટર દ્વારા હાઈકોર્ટના આદેશ અનુસાર દબાણો દૂર કરવામાં આવ્યા હતા સાથે સાથે જુના ડીસા ગ્રામ પંચાયતના સરપંચ બબાભાઈ ખટાણા દ્વારા પણ જુના ડીસા હાઈવે ઉપર આવે સર્વે નંબર ૧૧૫૩  ઉપર વધી રહેલા ગેરકાયદેસર બાંધકામને વહીવટી તંત્રને ધારદાર રજુઆત કરવામાં આવી હતી અને વહીવટી તંત્ર દ્વારા પણ ગામના સરપંચ તથા સભ્યોની રજુઆતના પગલે  જુના ડીસા હાઈવે ઉપરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને દબાણકારોના પાણી, લાઈટના કનેક્શન કાપી દેવામાં આવ્યા છે અને ટુંક સમયમાં જુના ડીસા હાઈવે ઉપરના થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેને લઈને દબાણકારોમાં ભારે ફફડાટ ફેલાયો છે. જ્યારે દબાણો દૂર કરવાના વહીવટી તંત્રની કામગીરીથી લોકોમાં તેમજ રાહદારીઓ દ્વારા વહીવટી તંત્ર દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે. સાથે સાથે દબાણકારોમાં સરકાર દ્વારા કોઈ જ વૈકલ્પિક  વ્યવસ્થા ઉભી ના કરાતા રોષ જોવા મળ્યો હતો. દબાણકારો દ્વારા આક્રોશ સાથે જણાવ્યું હતું કે અમો ચાલીસ વર્ષોથી આ જગ્યા ઉપર વસવાટ કરીએ છીએ અને અચાનક અમારા મકાનો તોડી પાડવામાં આવી રહ્યા છે. અમો ક્યાં જઈએ, અમારું કોઈ ધ્યાન રાખવામાં આવ્યું નથી. સરકાર દ્વારા દબાણો દૂર કરવામાં આવે પરંતુ અમારા રહેણાંકની  યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે જરૃરી છે. અમો નાના-મોટા કાચા પાકા મકાનો બનાવીને રહીએ છીએ. જ્યારે દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન એક મહિલા બેભાન થઈ ગઈ હતી. જેને સ્થાનિકો દ્વારા સારવારઅર્થે ખસેડવામાં આવી હતી. જ્યારે સરકાર દ્વારા બનાવેલ શૌચાલય પણ દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન તોડી પાડવામાં આવ્યા હતા.  જ્યારે આ દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત ડીસા તાલુકા પોલીસ તથા ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી તથા ડીસા મામલતદાર સીટી સર્વે અધિકારી તથા વહીવટી તંત્ર ખડેપગે ઉભા રહીને દબાણો દૂર કરાયા હતા જ્યારે આ દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન કેટલાક લોકો બેઘર થયા હતા. જેને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

ગરીબો માટે આવાસ બનાવાય છે  દબાણ દ્વારા બેઘર બનાવતું તંત્ર

જ્યારે વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં રહેણાંક વિસ્તારમાં આવેલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. જેથી સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો અને આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યુ ંહતું કે સરકાર દ્વારા એક તરફ ગરીબો માટે આવાસ આપવામાં આવી રહ્યા છે જ્યારે અમારા મકાનો તોડીને અમોને બેઘર કરવામાં આવ્યા છે. હવે અમો અમારા પરિવાર સાથે ક્યાં રહેવું, અમારા નાના બાળકો સાથે રહેવાની કોઈ વ્યવસ્થા નથી. અમારે ઉપર આભ નીચે ધરતી છે. સરકાર દ્વારા અમારા માટે રહેણાંક વિસ્તારમાં જગ્યા ફાળવવામાં આવે જેથી અમારા પરિવારજનો વસવાટ કરી શકીએ તેવી માંગ કરી હતી.

Tags :