Get The App

મહિલા તલાટીઓને પરેશાન કરનાર વડગામ ટીડીઓની આખરે બદલી

- ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં બદલીઃ તલાટી મંડળને સંતોષ નથી

Updated: Apr 17th, 2020

GS TEAM

Google News
Google News
મહિલા તલાટીઓને પરેશાન કરનાર વડગામ ટીડીઓની આખરે બદલી 1 - image

પાલનપુર, તા. 16 એપ્રિલ 2020, ગુરૂવાર

વડગામ તાલુકા પંચાયતમાં ટીડીઓ તરીકે ફરજ બજાવતા એ.એચ. પરમાર સામે તેમના તાબા હેઠળ આવતા મહિલા તલાટીએ વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં મહિલા તલાટીને વોટ્સએપ મેસેજ કરીને મહિલા તલાટીઓનું શોષણ સાથે પગાર કાપી દેવાની ધમકીઓ આપવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. મહિલા સશક્તિકરણની વાતો કરતી સરકારમાં જ મહિલા કર્મચારીઓને ન્યાય ન મળતો હોય તો આમ જનતાની તો શું વાત જ કરવી તેવા આક્ષેપ પણ તલાટી મંડળ દ્વારા કરવામાં આવ્યા હતા. ટીડીઓ એ.એચ. પરમારને સસ્પેન્ડ કરવા માટે તલાટી મંડળ દ્વારા સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવી હતી પરંતુ સરકારે વડગામ ટીડીઓ સામે કાર્યવાહી કરવાના બદલે રાજકીય પીઠબળના કારણે વડગામથી બદલી કરીને ટીડીઓ એ.એચ. પરમારને ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલી કરાઈ છે. જ્યારે બીજી બાજુ સરકારના સરકારી બાબુઓની જ રજુઆતો સાંભળવા તૈયાર ન હોય તો આમજનતાનો તો શું હાલ હોય તેવો ગણગણાટ કર્મચારીઓમાં થયો હતો. ટીડીઓની બદલીથી મંત્રી મંડળને સંતોષ ન હોવાનું જાણવા મળ્યું હતું.

Tags :