પ્રાથમિક શાળાના આર્ચાય પર ઉચાપતનો આક્ષેપ ગ્રામજનોએ બદલીની કરી માંગ
- ધાનેરા તાલુકાના વક્તાપુરામાં પ્રાથમિક શિક્ષણ અધિકારીએ રેકર્ડ જપ્ત કર્યું, આવું કંઈ થયું નથીઃ આચાર્યનો બચાવ
ધાનેરા તા.29 જુલાઈ 2020, બુધવાર
બનાસકાંઠા જિલ્લાની ધાનેરા તાલુકાની પ્રાથમિક શાળા વિવાદમાં આવી છે. વક્તાપુરા ગામમાં આવેલ પ્રાથમિક શાળાના આચાર્ય પર ગંભીર આક્ષેપો સાથે ગ્રામજનો એ બદલીની માંગ સાથે નિકષ્પક્ષ તપાસની લેખિતમાં માગણી નું હથિયાર ઉઠાવ્યું છે.
ધાનેરા તાલુકાના વક્તાપુરા ગામના ગ્રામજનો એ સ્થાનિક ગામની પ્રાથમિક શાળાના આચાર્ય સુરેશ દરજી પર ગંભીર આક્ષેપો સાથે લેખિતમાં રજુઆત કરી છે. વક્તાપુરા ગ્રામજનોનું માનીએ તો શાળાના આચાર્ય પોતાની મનમાની ચલાવી રહ્યા છે. એસ.એમ.સી.ની રચના પણ ગામમાં બે કરવામાં આવી છે. અને જ્યારે વાળી મીટીંગમાં શાળામાં ઉપયોગ લેવાતી ગ્રાન્ટ બાબતે પુછવામાં આવે તો આચાર્ય સાહેબ કોઇ પણ પ્રકારનો હિસાબ આપવાથી દુર રહે છે. અન્ય શાળાની સામે વક્તાપુરા શાળાનો વિકાસ રૃંધાઈ રહ્યો છે. બાળકોને મળવા પાત્ર શિક્ષણ અહીં મળતું નથી જેથી આ આચાર્યની બદલીની માંગ ગ્રામજનો કરી રહ્યા છે. વક્તાપુરા ગામના લોકો શાળાના આચાર્ય શાળામાં થતા ખર્ચ બાબતેના બિલો ખોટા લાવી ગ્રાન્ટ લઇ રહ્યા છે. શાળામાં ભ્રષ્ટાચાર બાબતેના આક્ષેપો હાલ શાળાના આચાર્ય પર થઇ રહ્યા છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર શાળાના આચાર્યને શિક્ષણ કરતા ગ્રાન્ટની ઉચાપતમાં વધુ રસ છે. જેથી શાળાના બાળકોના શિક્ષણને ધ્યાને રાખી બદલી આચાર્યની થાય તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે.
આ મામલે ગ્રામજનો દ્વારા અવારનવાર લેખિતમાં રજુઆત કરતા બાપલા સેન્ટરના સીઆરસીએ આ મામલે તપાસ કરી હતી. અને આખરે ધાનેરા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી એ વક્તાપુરા પ્રાથમિક શાળાનું રેકડ જપ્ત કરી હાલ તપાસ ચલાવવામાં આવી રહી છે. આ મામલે શાળાના આચાર્ય સુરેશભાઇ દરજી એ જણાવ્યું હતું કે શાળામાં કોઇ પણ પ્રકારે નાણાંની ઉચાપત થઇ નથી અને ગ્રામજનો એ એસએમસી મામલે રજુઆત કરી હોવાનું જાણવા મળ્યુ નથી.