ટોલબુથ પર ફાસ્ટટેગ વિનાના વાહનોને પસાર થવા માટે ડબલ ટોલટેક્ષ ભરવો પડે છે
- બનાસકાંઠાના ટોલનાકાઓ પર ફાસ્ટટેગનો અમલ શરૂ
- ખેમાણા ટોલનાકા પર લોકલ વાહનો માટે મહિને 265 રૂપિયા ફી નક્કી કરાઈ
પાલનપુર, તા.16 જાન્યુઆરી 2020, ગુરૂવાર
સરકાર દ્વારા ૧૫ જાન્યુઆરીથી રાજ્યમાં ફાસ્ટટેગનુ ંકડક અમલીકરણ કરવામાં આવ્યું છે. જોકે વાહનોમાં ફાસ્ટટેગની સુવિધા લગાવવા માટે સરકાર દ્વારા વાહનચાલકોને એક મહિનાની મુદ્દત આપવામાં આવી હતી. જે બાદ ફાસ્ટેગનું કડક અમલીકરણ કરવામાં આવ્યું છે. જેમાં ફાસ્ટટેગ ના ધરાવનાર વાહનચાલકોને ડબલ ફી ચુકવવાની ફરજ પડી રહી છે.
ટોલબુથ પર વાહનચાલકો પાસેથી ઓનલાઈન ટેક્ષ વસુલવા માટે સરકાર દ્વારા ફાસ્ટેગ યોજના અમલી બનાવી છે. જેમાં વાહનોમાં ફાસ્ટેગની સુવિધા વસાવવા માટે એક માસની મુદત અપાઈ હતી. જે અવધી ૧૫ જાન્યુઆરીના રોજ પૂર્મ થઈ જતા નેશનલ હાઈવે ઓથોરિટીના તમામ ટોલબુથ પર ફરજિયાત ફાસ્ટેગનો અમલ શરૃ કરવામાં આવ્યો છે. જેમાં પાલનપુરના ખેમાણા ટોલબુથ પર ફાસ્ટેગની ત્રણ ગેટ અને જનરલ માટે ેક ગેટ શરૃ કરાયો છે. જેમાં ફાસ્ટેગ ન લેનાર વાહનચાકો પાસેથી ડબલ ફી વસુલ કરવામાં આવે છે અને ત્રણ ેટ પર પસાર થતા ફાસ્ટેગ વાહનોના ચાલકો પાસેથી ઓનલાઈન ફી વસુલવામાં આવી રહી છે. જેને લઈ ટોલબુથ ઉપર વાહનોની કતાર જોવા મળી છે. જોકે મોટા વાહનોમાં મોટાભાગે ફાસ્ટેગની સુવિદા લગાવી દેવાઈ છે. જ્યારે લોકલ વાહનોને ફાસ્ટેગમાં થોડી રાહત અપાઈ છે. જેમાં લોકલ વાહનો માટે મહિને રૃા. ૨૬૫ની ફી નક્કી કરવામાં આવી છે. જેને લઈ લોકલ વાહનોને થોડી રાહત મળી છે.
ગ્રામીણ એસટી બસોમાં ફાસ્ટેગની સુવિધાનો અભાવ
બનાસકાંઠામાં ટ્રકો સહિતના મોટાભાગના વાહનોમાં ફાસ્ટેગ લગાવી દેવામાં આવ્યા છે. જેમાં લાંબા રૃટની બસોમાં પણ ફાસ્ટેગની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. પરંતુ લોકલ અને ગ્રામીણ રૃટની એસટી બસોમાં ફાસ્ટેગની સુવિધા વસાવવામાં ન આવતા ટોલબુથ પર મુસાફરો લાંબા સમય માટે અટવાઈ રહ્યા છે.
લોકલ વાહનચાલકો માટે માસિક ટેક્ષ નક્કી કરાયો
ખેમાણા ટોલબુથ પર આજુબાજુના વીસ કિલોમીટરના અંતરના ગામડાઓના નાના વાહનો માટે માસિક રૃા. ૨૬૫નો ટોલ ટેક્ષ નક્કી કરવામાં આવ્યો છે. જેને લઈ લોકલ વાહનોને ટોલ ટેક્ષમાંથી આંશિક રાહત સાંપડી છે.