ઉત્તર ગુજરાતમાં આજથી બેંક કર્મચારી-અધિકારીઓની બે દિવસની હડતાલ
- સને 2012 વર્ષ બાદ પગાર વધારો ન મળતાં
- 30મહિનાથી રાહ જોયા બાદ નવા સંગઠનો દ્વારા દેશવ્યાપી હડતાળનું એલાનઃ બીજી ફેબુ્રઆરીએ રજા હોઈ ત્રણ દિ કામકાજ ઠપ્પ
મહેસાણા,તા.30 જાન્યુઆરી 2019, ગુરૂવાર
દેશભરના બેંક કર્મચારી-અધિકારીઓના નવ સંગઠનો દ્વારા આજથી બેંકોમાં બે દિવસની હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં છેલ્લા પાંચ વર્ષથી સરકાર ૧૫ ટકા પગાર વધારો આપવા માંગતી નથી. ૩૦ મહિના સુધી રાહ જોયા બાદ દેશવ્યાપી હડતાળમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંટામાં પણ બે દિવસ બેંકો બંધ રહેશે. જોકે બીજી ફેબુ્રઆરી રવિવાર હોવાથી ત્રણ દિવસ બેંકનું કામકાજ ઠપ્પ થઈ જતાં કરોડોના વ્યવહારો અટકી જશે.
નોર્થ ગુજરાત દેના બેંક સેમ્પલોયઝ યુનિયનના મહામંત્રી અનિલ સોલંકીના જણાવ્યાનુસાર બેંકોમાં પગાર તથા નોકરીની શરતો દર પાંચ વર્ષે બેંક સંચાલકો અને યુનિયનો વચ્ચે દ્વિપક્ષી વાટાઘાટો દ્વારા રિવાઈઝ થાય છે. છેલ્લે ૨૦૧૨માં પાંચ વર્ષ માટેના પગાર ધોરણ નક્કી થયા હતા. જેની મુદત ૨૦૧૭માં પુરી થઈ છે. સરકારે બેંક સંચાલકોને ૨૦૧૬માં સ્પષ્ટ જણાવેલ કે મુદત પુરી થાય તે પહેલા વાટાઘાટો પુરી કરી નવા પગાર ધોરણો નક્કી કરી લેવા. જેથી યુનિયનો દ્વારા માંગણી સમયસર રજૂ કરવામાં આવ્યા બાદ છતાં બેંક સંચાલકોએ મે-૨૦૧૮ સુધી પગાર વધારો કે કોઈ દ્વિપક્ષી વાટાઘાટો શક્ય જ ન બની અને માત્ર ૨ ટકા પગાર વધારો આપવાની તૈયારી દર્શાવતાં છેલ્લે ૨૦૧૨માં થયેલા કરારો ૧૫ ટકા વધારો અપાયો હતો. મોંઘવારી પ્રમાણે ૨૦ ટકાનો વધારો માંગવામાં આવવા છતાં વધારો ન આપતાં હડતાલનું શસ્ત્ર અજમાવવું પડયું છે. હડતાલ નિવારવા દિલ્હી ચીફ લેબર કમિશ્નર રાજન વર્માના પ્રયાસો કર્યા પરંતુ કોઈ નક્કર દરખાસ્ત યુનિયનો સમક્ષ ન કરતાં વાટાઘાટો અને મધ્યસ્થી પડી ભાંગી હતી.
નવ યુનિયનોના સંગઠનથી બે દિવસની હડતાળ
નવ યુનિયનોના સંગઠને બે દિવસની હડતાળનું એલાન કર્યું છે. ઉકેલ નહિ આવે તો માર્ચથી ત્રણ દિવસની અને ૧લી એપ્રિલથી બે મુદતી હડતાળ પાડવાનો નિર્ણય કર્યો છે. નવ યુનિયનોમાં એઆઈબીઈએ, એઆઈબીઓસી, એનસીબીઆઈ, એઆઈબીએ, બેફી, ઈનબેફ, ઈન બોક, એનઓબીડબલ્યુ અને એનઓબીઓનો સમાવેશ થયો.
કર્મચારીઓની માંગણીઓ
મુખ્ય ૨૦ ટકા પગાર વધારો ઉપરાંત પાંચ દિવસના અઠવાડીયાની સ્પેશ્યલ એલાઉન્સને મૂળ પગાર ભેળવી દેવાને નવી પેન્શન યોજના બંધ કરવી, પેન્શન અપડેશન, ફેમીલી પેન્શનમાં સુધારો, ઓપરેટીંગ નફાને આધારે સ્ટાફ વેલ્ફર ભંડોળ ફાળવવું, નિવૃત્તિ સમયે મળતા નાણાકીય લાભને આયકરમાંથી મુક્તિ, કામકાજના સમાન કલાકો, રીસેસનો સમાન સમય, સમાન કામ માટે સમાન વેતનનો કોન્ટ્રાક્ટ કર્મચારીઓને લાભ આપવાની માંગણીઓ કરી છે.