Get The App

મુમનવાસના પાણીયારી ધોધમાં નાહવા પડેલ ત્રણ યુવક ડૂબ્યા, એકનું મોત

- સાંગ્રા ગામના 7 યુવકોનો પ્રવાસ ગોઝારો બન્યો

- ધોધના પાણીમાં ડૂબેલા મિત્રોને બચાવવા જતા યુવક મોતને ભેટયો

Updated: Aug 23rd, 2020

GS TEAM

Google News
Google News
મુમનવાસના પાણીયારી ધોધમાં નાહવા પડેલ ત્રણ યુવક ડૂબ્યા, એકનું મોત 1 - image

પાલનપુર,તા.22 ઓગસ્ટ 2020, શનિવાર

વડગામ તાલુકાના મુમનવાસ ગામ નજીક અરવલ્લીની ગિરીમાળામાં આવેલ પાણીયારી આશ્રમ પાસે હાલ ચોમાસાની સીઝનને લઈ પહાડોમાંથી કુદરતી ઝરણું વહી રહ્યું હોઈ પ્રકૃતિપ્રેમી લોકો આ કુદરતી સૌંદર્ય માણસવા અને ઝરણાના ધોધમાં નાહવા માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. જેમાં શનિવારે પાલનપુર તાલુકાના સાત યુવકો કુદરતી ધોધમાં ન્હાવાનો આનંદ માણવા આવ્યા હતા. જેમાં ઝરણાના ધોધના ગોઝારા પાણીમાં ત્રણ યુવકો ડૂબ્યા હતા. જેમાં બે યુવકને બચાવી લેવાયા હતા. જ્યારે એક યુવકનું મોત નીપજ્યું હતું.

હાલ ચોમાસાની સીઝનમાં આકર્ષણનું કેન્દ્ર બનેલ મુમનવાસ નજીક પાણીયારી આશ્રમનો કુદરતી ધોધ ગોઝારો સાબિત થયો. આ ધોધમાં નાહવા પડેલ ત્રણ યુવકો ડૂબ્યા હતા. જેમાં બેનો બચાવ થયો છે. જ્યારે એક યુવકનું મોત નીપજ્યું છે. બનાવની વિગતમાં પાલનપુર તાલુકાના સાંગ્રા ગામના સાત યુવકો શનિવારે પાણીયારી આશ્રમના પ્રવાસે ગયા હતા. જ્યાં પહાડમાંથી વહેતા કુદરતી ઝરણાના ધોધમાં ન્હાવા પડતા હતા. જેમાં બે યુવક ધોધના પાણીમાં ડૂબવા લાગતા સાથી મિત્ર અશોક કાંતિભાઈ વાલ્મિકી નામનો યુવક ડૂબતા બે મિત્રોને બચાવવા ધોધમાં પડયો હતો. જે બાદ તે પાણીમાં ડૂબી જતાં તેનું કરૃણ મોત નીપજ્યું હતું. બનાવના પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા અને ધોધના પાણીમાંથી યુવકની લાશને બહાર કાઢી મૃતદેહને ૧૦૮ મારફતે મોરીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી. જોકે પાણીયારીના પ્રવાસે ગયેલ સાંગ્રાના એક યુવકનું ધોધના પાણીમાં ડૂબી જવાના કારણે મોત નિપજતા પરિવારમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી છે.

Tags :