Get The App

ધાનેરામાં સબજેલના ત્રણ કેદીઓ બાથરૂમની જાળી કાપી ફરાર

- જેલમાં સાત આરોપી વિવિધ ગુના હેઠળ સજા ભોગવી રહ્યા છે

- મારામારી, ચોરી, પોષડોડાના જથ્થા સાથે ઝડપાયેલા ત્રણ આરોપીઓને નાકાબંધી કરાઈ શેરા ગામેથી ઝડપી લીધા

Updated: Apr 23rd, 2020

GS TEAM

Google News
Google News
ધાનેરામાં સબજેલના ત્રણ કેદીઓ બાથરૂમની જાળી કાપી ફરાર 1 - image

ધાનેરા, પાલનપુર, તા. 22 એપ્રિલ 2020, બુધવાર

ધાનેરા સબજેલમાંથી ગતરોજ ત્રણ કેદી ફરાર થયાની હકીકત મળતા જિલ્લાની પોલીસ દોડતી થઈ ગઈ છે. કોરોના મહામારી સામે દિવસ, રાત પોતાની ફરજ પર તૈનાત ધાનેરા પોલીસની ગતરોજ ઊંઘ હરામ થઈ ગઈ હતી. સબજેલના ત્રણ કેદીઓએ બાથરૃમની જાળી તોડી આરામથી ફરાર થઈ ગયા હતા. કેદીઓ ફરાર થવાના સમાચાર મળતા જિલ્લામાં નાકાબંધી કરાઈ હતી. પોલીસે જિલ્લામાં નાકાબંધી કરી શેરા ગામેથી ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા.

ધાનેરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જ સબ જેલ આવેલી છે. આ સબ જેલમાં કુલ ૭ આરોપી અલગ અલગ ગુના હેઠળ સજા ભોગવી રહ્યા હતા. જ્યારે ગતરોજ નિયત સમય પ્રમાણે સાંજે આ તમામ કેદીઓને જમવાનું આપવામાં આવ્યું હતું. લોકઅપની બહાર ગેલેરીમાં બેસી જમતા કેદીઓને સાંજે ૭ વાગ્યા અને ૪૫ મિનિટે ફરજ પરના ગાર્ડ દ્વારા આ સબજેની ગેલેરીમાંથી અંદર લોકઅપમાં મુકવા જતા ત્રણ કેદી અંદર જણાયા ન હતા. ગાર્ડ પરના પોલીસકર્મીએ અન્ય પોલીસને આ બાબતે જાણ કરતા સબ જેલની તપાસ કરતા સબ જેલની અંદર બનાવેલ સંડાસ, બાથરૃમના ઉપરના ભાગની લોખંડની જાળીના સળિયા કાપેલા જણાતા આ ખબર જિલ્લા પોલીસવડા સુધી પહોંચતા ધાનેરા ખાતે ગતરોજ એલસીબી એસઓજી સહિતની ટીમોને આ ત્રણ કેદીની શોધ માટે દોડતી કરાઈ હતી.

આ ફરાર ત્રણ કેદી અલગ અલગ ગુનામાં સજા ભોગવી રહ્યા હતા. જેમાં મારામારી, ચોરી સહિત તાજેતરમાં પોષડોડાના જથ્થા સાથે પકડાયેલ કેદીનો  પણ સમાવેશ થાય છે. ત્રણ આરોપી જેમાં  અશોક દેવીદાસ સાધુ, વાવ તાલુકાના સણવાલ ગામનો જ્યારે કેદી નંબર ૨ પિન્ટુ મફા ગલચર, ધાનેરા શિવનગર અને ત્રીજો કેદી ધાનેરા તાલુકાના શિયા ગામનો નરપત ઉર્ફે નપીયો રાજપૂત આ  ત્રણેય કેદીઓએ ચાલાકીપૂર્વક કોઈ સાધન વડે લોખંડની જાળી કાપી સબ જેલના પાછળના ખુલ્લા વિસ્તારમાં બાકોરું પાડી ભાગી ગયા છે. ધાનેરા પોલીસ મથકે હાલ એ એસઆઈ અમરતભાઈ ફરિયાદી બની આ ભાગેલા ત્રણ કેદી વિરુધ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. જ્યારે આ તરફ આજે સવારે ધાનેરા ખાતેની સબ જેલ ખાતે ધાનેરા પ્રાંત અધિકારી, જેલર સહિતના અધિકારીઓ મુલાકાત લઈ રહ્યા છે. ધાનેરા પોલીસએ પણ ધાનેરા ખાતે ફરજ બજાવી ચુકેલા પોલીસ કર્મીઓની મદદ વડે આ ત્રણ કેદીઓને પકડી પાડવા માટે તમામ સરહદ તેમજ રાજસ્થાન રાજ્યના ગામડા સુધી તપાસ લંબાવી છે.

Tags :