Get The App

બનાસકાંઠામાં 23951 બાળકો કુપોષણની બીમારીથી પીડાઈ રહ્યા છે

- એક વર્ષમાં કુપોષણની માત્રામાં ચાર ગણો વધારો નોંધાયો

- જિલ્લામાં ૫૬૯૩ બાકો અતિ કુપોષિત ઃ સૌથી વધુ આદીવાસી વિસ્તાર અમીરગઢમાં ૧૩૭૯ બાળકો કુપોષિત

Updated: Jan 13th, 2020

GS TEAM

Google News
Google News
બનાસકાંઠામાં 23951 બાળકો કુપોષણની બીમારીથી પીડાઈ રહ્યા છે 1 - image

પાલનપુર, તા. 12 જાન્યુઆરી 2020, રવિવાર

ગુજરાતમાં નાના બાળકોને કુપોષણની બીમારીથી બચાવવા માટે સરકાર દ્વારા વર્ષે લાખો, કરોડોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. પરંતુ ક્યાંક તંત્રની લાપરવાહીના કારણે સરહદી બનાસકાંઠા જિલ્લામાં કુપોષણની માત્રામાં ઘટાડો થવાના બદલે સતત વધારો નોંધાઈ રહ્યો છે. જેમાં છેલ્લા એક વર્ષમાં કુપોષણના ગ્રાફમાં ચાર ગણાનો ચોંકાવનારો વધારો થવા પામ્યો છે. જિલ્લામાં ગત વર્ષે ૬૩૬૬ બાળકો કુપોષિત નોઁધાયા હતા. જેની સામે ચાલુ વર્ષે ૨૩૯૫૨ બાળકો કુપોષિત નોંધાયા છે. જેમાં ૫૬૯૨ બાળકો તો અતિ કુપોષણ હેઠળ પીડાય રહ્યા છે. જેમાં દૂધ સંજીવની યોજના ધરાવતા દાંતા તાલુકામાં સૌથી વધુ ૧૩૭૯ બાળકો કુપોષણગ્રસ્ત હોવાના આંકડા નોંધાયા છે.

નાના બાળકોના આરોગ્ય સુખાકારી માટે અને તેમને કુપોષણથી બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા બાલસખા સહિતની અનેક યોજના પાછળ વર્ષે દહાડે લાખો, કરોડો રૃપિયાનો કર્ચ કરવામાં આવી રહ્યો છે. તેમ ચતાં જવાબદાર તંત્રની ક્યાંક ઉણપને લઈ રાજ્યમાં કુપોષણનું દુષણ ટળવાનું નામ લેતું નથી. જેમાં વનવાસી અને સરહદી વિસ્તાર ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં અનેક બાળકો કુપોષણમાં પીડાઈ રહ્યા છે. બાળકોનો વિકાસ વિકાસ રૃંધતી કુપોષણની બીમારી સામે બાળકોને સુરક્ષા કવચ પુરું પાડવા માટે સરકાર દ્વારા બાળસખા યોજના ચલાવવામાં આવે છે. તેમજ બાળકોને કુપોષિત બનાવવા માટે અન્નપ્રાશન દિવસની ઉજવણી કરવામાં આવે છે અને છ થી નવ માસના બાળકોને રાબ અને શીરો અપાય છે તેમજ આંગણવાડીઓમાં બાળકોને ગરમ નાસ્તો, ભોજન અને ફ્રુટ તેમજ દૂધ સંજીવની યોજના હેઠળ દૂધ આપવામાં આવે છે તેમજ સગર્ભા અને ધારી માતાઓને ૨૦૦ એમ.એલ. દૂધ અતિ ઓછા વજનવાળા બાળકોને ઘરે જઈ કેલેરી પ્રોટીન સભર લાડુ આપવા સહિતના અનેક પોષણક્ષમ લાભો આપવામાં આવે છે અને કુપોષણનો ગ્રાફ તંત્ર માટે ચિંતનનો વિષય બનવા પામ્યો છે. બનાસકાંઠામાં ગત વર્ષે ૩૬૬૬ બાળકો કુપોષિત નોંધાયા હતા. જેની સામે ચાલુ વર્ષે ૨૩.૯૫૨ બાળકો કુપોષિત હોવાના ચોંકાવનારા આંકડા નોંદાયા છે. જેમાં બાળકોમાં કુપોષણનું પ્રમાણ રોકવા માટે સરકાર દ્વારા જે વિસ્તારમાં દૂધ સંજીવની યોજના ચલાવવામાં આવી રહી છે તેવા વનવાસી વિસ્તાર ધરાવતા દાંતા તાલુકામાં સૌથી વધુ ૧૩૭૯ બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા હોવાનું બહાર આવ્યું છે. જ્યારે દિયોદર તાલુકામાં સૌથી ઓછા ૮૧ બાળકો કુપોષિત હોવાનું નોંધાયું છે. જોકે બનાસકાંઠા જિલ્લામાં કુપોષણની બીમારી માસુમ બાળકો માટે શ્રાપ સમાન બની રહી છે ત્યારે બાળકોના વિકાસને રૃંધતા કુપોષણને ડામવા માટે સરકાર દ્વારા અભિયાન હાથ ધરવામાં આવે તો કુપોષણગ્રસ્ત બાળકોની જિંદગી સવરી શકે તેમ છે.

બનાસકાંઠામાં 23951 બાળકો કુપોષણની બીમારીથી પીડાઈ રહ્યા છે 2 - imageવનવાસી વિસ્તારમાં કુપોષણનું પ્રમાણ વધ્યું

વનવાસી વિસ્તારમાં બાળકોને કુપોષણ સામે રક્ષણ આપવા માટે ખાસ દૂધ સંજીવની યોજના ચલાવવામાં આવે છે. પરંતુ બનાસકાંઠાના વનવાસી દાંતા તાલુકામાં દૂધ સંજીવની યોજના ચાલતી હોવા છતાં અહીં બાળકોમાં કુપોષણની માત્રા વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે.

તંદુરસ્ત યા કુપોષિત કોને કહેવાય ?

બાળકોની પોષણક્ષમતા માપવાનો પ્રયાસ દર મહિને આંગણવાડીઓમાં કરવામાં આવે છે. જે બાળકોનું વજન માપસર હોય, માદંગી ન હોય તેને તંદુરસ્ત બાળક કહેવાય છે. જે બાળકનું વજન થોડું ઓછું હોય, પુરક પોષણની જરૃર હોય તેને કુપોષિત કહેવાય છે તથા જે બાળકનું વજન ખુબ  જ ઓછું હોય, રોગથી પીડાતા હોય, અપંગ હોય, ગંભીર બીમારી હોય વગેરેને અતિ કુપોષિત બાળક ઠરાવવામાં આવે છે.

તાલુકા પ્રમાણે અતિકુપોષિત બાળકોના આંકડા

તાલુકો અતિ કુપોષિત બાળકો

દાંતા           ૧ ૩ ૭ ૯

વડગામ        ૫ ૬ ૮

પાલનપુર      ૬ ૬ ૭

અમીરગઢ      ૫ ૦ ૮

દાંતીવાડા       ૨ ૪ ૮

ડીસા            ૪ ૯ ૨

ધાનેરા          ૩ ૩ ૦

લાખણી          ૯ ૮

કાંકરેજ         ૫ ૦ ૧

થરાદ           ૪ ૩ ૫

વાવ            ૧ ૪ ૩

સુઈગામ        ૮ ૪

દિયોદર         ૮ ૧

ભાભર           ૧૫૯

કુલ            ૫ ૩ ૯ ૩

Tags :