Get The App

દાંતીવાડાનું સિપુ અને મોકેશ્વર ડેમ તળીયા ઝાટક થતાં જગતનો તાત ચિંતાતુર

- શિયાળાની રવિ સિઝન સમયે બનાસકાંઠા જિલ્લાના

- ભૂગર્ભ જળ સ્તર ઊંડા જતા સિંચાઈની વિકટ સમસ્યા સર્જાતા ખેડૂતો બોરવેલના સહારે

Updated: Nov 15th, 2021

GS TEAM


Google News
Google News
દાંતીવાડાનું સિપુ  અને મોકેશ્વર ડેમ તળીયા ઝાટક થતાં જગતનો તાત ચિંતાતુર 1 - image

પાલનપુર તા.14

બનાસકાંઠા જિલ્લામાં અપૂરતા વરસાદને લઈ ભૂગર્ભ જળ સ્તર દિવસેને દિવસે ઊંડા જઇ રહ્યા હોઇ વિવિધ વિસ્તરોમા સિંચાઈના પાણીની વિકટ સમસ્યા ઉભી થઇ છે.ત્યારે ખેતી ઉપર નિર્ભર ખેડૂતો વાવેતર કરવા માટે આખરે નવીન બોરવેલ બનાવવા મજબૂર બન્યા છે.

બનાસકાંઠામાં છેલ્લા બે વર્ષમાં અપૂરતા વરસાદથી જિલ્લાના મુખ્ય જળાશય  દાંતીવાડા સિપુ અને   મોકેશ્વર ડેમના તળિયા દેખાવા લાગ્યા છે. બીજી બાજુ ભૂગર્ભ જળ પર દિવસેને દિવસે ઊંડા જઇ રહ્યા હોય નર્મદા કેનાલ કાંઠા છીવાયના વિસ્તારોમાં સિંચાઇ અને પીવાના પાણી જટીલ  પરિસ્થિતિ સર્જાઈ છે.જેમાં હાલ પાલનપુર, વડગામ અને ધાનેરા તાલુકાના ખેડૂતોને શિયાળુ પાકોનું વાવેતર કરી દીધું છે. પણ સિંચાઇ અને પશુપાલન માટે પૂરતા પ્રમાણમાં પાણીન મળતા પાણીની સમસ્યાને નિવારવા માટે લાખો રૃપિયાનો ખર્ચ કરી નવીન બોર બનાવવા મજબૂર બન્યા છે. જોકે આ વિસ્તારોમાં પાણીના તળ ઊંડા જતા ૩૦૦થી ૪૦૦ ફૂટે પણ પાણી ન મળતા મોટા ભાગના બોર ફેલ થતા ખુડુતોને એક બોરવેલ પાછળ દોઢથી બે લાખનું નુકશાન વેઠવાની ફરજ પડી રહી છે.જોકે હાલમાં પાલનપુર, વડગામ અને ધાનેરા તાલુકામા ખેડૂતો પાક અને પશુ પશુ પાલનના નિભાવ માટે દિવસના ૫૦ થી ૬૦ બોર બનાવી  રહ્યા છે જેમાં લાખોનો ખર્ચ કરવા છતાં કેટલાક ખેડૂતોનઆ બોરવેલ ફેલ થતા ખેડૂતોને માથે હાથ મૂકીને રોવાનો વારો આવી રહ્યો છે.

Tags :