ડીસા તા. 21 એપ્રિલ, 2020, મંગળવાર
બનાસકાંઠા રાણપુર ગામમાં પતિને તેની પત્નીએ અને પ્રેમી સાથે
મળી ઝાડ સાથે બાંધી ઢોર મારી મારી ફરાર થઇ ગઇ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની
જાણ થતાં જ ગ્રામજનોએ પોલીસને બોલાવી ઝાડ સાથે બાંધેલા ઇજાગ્રસ્ત યુવકેને સારવાર
અર્થે ખસેડાયો છે.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ડીસાના રાણપુર આથમણાવાસ ગામે જીવણજી
ગલાજી ઠાકોર તેમની પત્ની અને ૪ બાળકો સાથે રહે છે. અને ગામમાં છુટક મજુરી કરી પોતાના
પરીવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે આ જીવણજીના ઘરે દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામનો પ્રકાશ
જેન્તીજી ઠાકોર અવર જવર કરતો હોય તે બાબતે જીવણજીએ તેની પત્નીને પુછતાં તેના મામાનો
દીકરો ભાઇ હોવાનું જણાવ્યું હતુંં. તે દરમ્યાન છેલ્લછા ૧૦ દિવસથી આ પ્રકાશ તેમના ઘરે
રહેતો હતો. જોકે લોકડાઉનમાં જીવણજીએ મામાના દીકરાને તેના ઘરે મોકલવાની વાત કરતા પત્ની
ઉશ્કેરાઇ ગઇ હતી. અને પ્રકાશ મારા ઘરે જ રહેશે. તેવું કહી તને તો મારી નાખવો છે. તેમ
કહી ધમકી આપી હતી. જે દરમ્યાન સવારે ફરી પ્રકાશ મામલે પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા તેની
પત્ની અને પ્રેમીએ ઢોરમાર મારી ઘર આગળ લીમડાના ઝાડ સાથે બાંધી દીધો હતો. અને તે સમે
જીવણજી બુમાબુમ કરતા તેની પત્ની અને પ્રેમી બાળકો સાથે નાસી ગયા હતા. આ બનાવની જાણ
થતા જ દોડી આવેલા ગામના સરપંચ અને ગ્રામજનોએ લોહી લુહાણ હાલતમાં જોઇને પોલીસને જાણ
કરી હતી. જ્યારે બનાવના પગલે આવેલી પોલીસે યુવકને ઝાડ સાથે બાંધેલો છોડીને સારવાર અર્થે
૧૦૮ દ્વારા હોસ્પિટલમાં ખસેડાયો હતો.


