દશ વર્ષિય બાળકને પૈસાની લાલચ આપી તેના જ મકાનમાં સગીરે કુકર્મ આચર્યું
- સિસરાણામાં કિશોર સાથે સૃષ્ટિ વિરૃધ્ધનું કૃત્ય આચરતા ચકચાર
- બનાવના પગલે ગામમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
છાપી ,
પાલનપુરતા.29 ફેબ્રુઆરી 2020, શનિવાર
વડગામ તાલુકાના સિસરાણા ગામમાં એક દશ વર્ષના બાળકને ગામના
એક સગીર કિશોરે પૈસાની લાલચ આપી તેના મકાનમાં લઇ જઇ ને સૃષ્ટિ વિરૃધ્ધનું કૃત્ય
આચરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે બનાવ અંગે પીડિત બાળકે પોતાના પિતાને
જાણ કરતા તેમને કૃકર્મ આચરનાર કિશોર સામે વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધવતા પોલીસે
ગણતરીના કલાકોમાં કિશોરને ઝડપી પાડયો હતો અને ગામમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી
દેવામાં આવ્યો હતો.
વડગામ તાલુકાના સિસરાણા ગામે ધોરણ ૪માં અભ્યાસ કરતો એક દશ
વર્ષનો કિશોર શુક્રવારના બપોરે સ્કૂલમાંથી રીસેસ ના સમયે પોતાના દાદાના ઘરે જતો
હતો. તે સમયે ગામનો જ એક ૧૭ વર્ષીય કિશોરે બાળકની એકલતાનો લાભ ઉઠાવી ને તેને પૈસા
આપવાની લાલચ આપીને સ્કૂલ પાછળ આવેલ તેના ઘરે લઇ ગયો હતો. અને ઘરમાં આ બાળક સાથે
સૃષ્ટિ વિરૃધ્ધ કૃત્ય આચરવામાં આવ્યું હતું. જેને લઈ બાળકની તબિયત લથડી પડતા તેને
આપવીતી પોતાના માતા પિતાને જણાવતા પરીવાર દ્વારા બનાવ અંગે ગામના સરપંચને જાણ
કરવામાં આવી હતી. અને પીડિત બાળકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. એન બનાવ
અંગે પીડિત બાળકના પિતાએ વડગામ પોલીસ મથકે કુકર્મ આચરનાર ગામના જ સગીર વિરૃદ્ધ
ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી સગીર કિશોરને જડપી પાડી બનાવની
તપાસ હાથ ધરી હતી. જોકે બનાવમાં આરોપી કિશોર લઘુમતી સમજનો હોવાથી ગામમાં કાયદો અને
વ્યવસ્થા જળવાઇ રહે તે માટે આરોપી કિશોરના ઘરે પોલીસ દ્વારા એક પીઆઇ, ત્રણ પીએસઆઇ સહિત
૩૦ જેટલા પોલીસ જવાનોનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
બાળકને પીડા સહન ન થતા પરીવારશને જાણ કરી
સૃષ્ટિ વિરૃધ્ધ કૃત્યનો ભોગ બનનાર બાળકને સ્કૂલે થી ઘરે ગયા
બાદ તેને ગુદાના ભાગે અશ્યહ પીડા થતા તેમજ ચાલવામાં તકલીફ પડતાં બાળકે બનાવ અંગે પોતાના
પરિવાર ને જાણ કરતા ઘટના સામે આવી હતી.
એકલતાનો લાભ ઉઠાવી સગીરે કૃકર્મ આચર્યું
દશ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૃધ્ધ નું કૃત્ય આચરનાર
સગીરનો પરિવાર ધધાર્થે બહાર ગામ ગયો હોય આરોપી કિશોર ઘરે એકલો હોઇ તેને એકલતાનો
લાભ ઉઠાવીને શાળાની રીસેસમાં બહાર આવેલ બાળકને લલચાવી ફોસલાવી ને તેને ઘરે લઇ જઇને
તેની સાથે સૃષ્ટિ વિરૃધ્ધ કૃત્ય આચર્યું હતું.