Get The App

હિમતનગરથી આવેલા એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ

- બનાસકાંઠામાં કોરોનાના બે દિવસમાં બે કેસ નોંધાયા

- પાલનપુરમાં ધો 12ની વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ 57 છાત્રોના સેમ્પલ લેવાયા

Updated: Dec 10th, 2021

GS TEAM

Google News
Google News
હિમતનગરથી આવેલા એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ 1 - image

પાલનપુર, તા. 9

પાલનપુરમાં એક વિદ્યાર્થીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે ત્યારે આરોગ્ય વિભાગે પાલનપુરની બે શાળાઓના ૫૭ વિદ્યાર્થીઓના સેમ્પલ લઇને ટેસ્ટ પ્રક્રિયા હાથ ધરી છે. જોકે શાળાઓમાં પણ કોરોનાનો પગ પેસારો થવાની શરૂઆત થઇ છે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે.

 જિલ્લામાં બુધવારે ધોરણ ૧૨ની વિધાર્થીનીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ અન્ય ૫૭ બાળકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં ગુરુવારે સેમ્પલ લીધેલ તમામ ૫૭ બાળકોને રજા આપી દેવામાં આવી હતી તો બીજી તરફ જિલ્લામાં ગુરુવારે કોરોનાનો વધુ એક વ્યક્તિનો રિપોર્ટ પોજીટિવ આવતા હડકમ્પ મચી ગયો હતો.

આ અંગે આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાનો એક દર્દી હિંમતનગર ખાતે રહેતો હતો જે બુધવારે બનાસકાંઠા જિલ્લામાં આવતા તેનો રિપોર્ટ કરવામાં આવતા પોઝિટિવ મળી આવ્યો હતો જેને લઈ છેલ્લા બે દિવસમાં બે કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.