Banaskantha

બહુચરાજીમાં દુર્ગાષ્ટમીની રાત્રે માતાજીની શોભાયાત્રા પરત આવ્યા બાદ પલ્લી ભરાશે

By GS Team
19 Oct 20262 mins read
TukuTouch Logo
બહુચરાજીમાં નવરાત્રિ પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે. દુર્ગાષ્ટમીની રાત્રે 9:30 કલાકે માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે. ત્યારબાદ રાત્રે 12:00 કલાકે માતાજી સન્મુખ પલ્લી (નવૈધ) ભરાશે. લાખો માઇભક્તોની આસ્થા જોડાયેલી હોવાથી મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહેશે. 3 દિવસીય શતચંડી યજ્ઞની પૂર્ણાહુતિ રવિવારે સાંજે 4:30 કલાકે થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

બહુચરાજીમાં દુર્ગાષ્ટમીની રાત્રે માતાજીની શોભાયાત્રા પરત આવ્યા બાદ પલ્લી ભરાશે

Bahucharaji Palli News : નવરાત્રિ શક્તિ સ્વરૂપની આરાધના કરવા માટેનું સૌથી મોટું પર્વ માનવામાં આવે છે અને આથી જ નવરાત્રિ દરમિયાન બહુચરાજીમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડે છે. બહુચરાજીમાં દુર્ગાષ્ટમીની રાત્રે 9:30 કલાકે માતાજીની શોભાયાત્રા નીકળશે. તેમજ રાત્રે 12:00 કલાકે માતાજી સન્મુખ પલ્લી (નવૈધ) ભરાશે. આસો સુદ આઠમ સાથે લાખો માઇભક્તોની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી હોવાથી આ પ્રસંગે બહુ મોટી સંખ્યામાં ભાવિકભક્તો ઉપસ્થિત રહે છે.

નવરાત્રિ શક્તિ સ્વરૂપની આરાધના કરવા માટેનું સૌથી મોટું પર્વ માનવામાં આવે છે. દરમિયાન બહુચરાજીમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડે છે. નવરાત્રિના પવિત્ર દિવસોમાં બહુચરાજીમાં શાસ્ત્રોક્તવિધિથી નવરાત્રિ ઉત્સવ ઉજવવાની પરંપરા સચવાતી આવી છે.

આસો સૂદ એકમે ઘટસ્થાપન વિધિ થી શરૂ થયેલ નવરાત્રિમાં દિવસે હોમ હવન, પૂજા અર્ચના અને રાત્રે પ્રાચીન ગરબાઓ યોજાઈ રહ્યા છે. તેમાં શતચંડી યજ્ઞનું વિશેષ મહત્વ છે. સતત ત્રણ દિવસ સુધી ચાલતાં શતચંડી યજ્ઞની રવિવારે સાંજે 4:30 કલાકે પૂર્ણાહુતિ થશે. રાત્રે 9:30 કલાકે માતાજીની શોભાયાત્રા નીકળશે.

શોભાયાત્રા મંદિરે પરત આવ્યા બાદ રાત્રે 12:00 કલાકે માતાજીની પલ્લી (નવૈધ) ભરાશે. જે સમાજની કુળદેવી મા બહુચર છે તેઓ આ પ્રસંગે અચૂક હાજર રહે છે. હાજર નથી રહી શકતાં તેવા ભાવિકો સવારથી સાંજ સુધી માતાજીના દર્શન કરી પોતાનો ભાવ પ્રગટ કરે છે. આ બંને પ્રસંગો સાથે શ્રદ્ધાળુઓની શ્રદ્ધા અને આસ્થા જોડાયેલી હોવાના કારણે બહુ મોટી સંખ્યામાં માઇભક્તો હાજર રહી ધન્યતાની લાગણી અનુભવે છે. આસો સૂદ-10ને મંગળવારે સવારે 7:30 કલાકે જવેરાની ઉત્થાપન વિધિ કરવામાં આવશે. શ્રદ્ધાળુઓ જવેરાને રિદ્ધિ-સિદ્ધિ અને સમૃદ્ધિના પ્રતિકરૂપે જોતાં જવેરાના એક ટુકડા માટે પડા પડી કરે છે.

બહુચરાજીમાં વર્ષમાં 15 વખત નીકળતી માતાજીની સવારી

યાત્રાધામ બહુચરાજીમાં વર્ષમાં 15 વખત માતાજીની સવારી નીકળે છે. જેમાં દર પૂનમે ચૈત્ર અને આસો મહિનાની આઠમે તેમજ વિજયાદશમીના દિવસે સમી વૃક્ષના પૂજન માટે માતાજીના મંદિરથી બેચર ગામે માતાજીની સવારી નીકળે છે. સદીઓથી ચાલી આવતી આ પરંપરા આજે પણ અકબંધ સચવાઈ રહી છે. જેમાં માઇભક્તો શ્રદ્ધાપૂર્વક જોડાઈ આરાધના કરતા હોય છે.