ધાનેરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેનને સભ્યપદેથી દુર કરાયા
નિયામક ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગાંધીનગર દ્વારા
પ્લોટ પોતાની માલિકીનો જણાવી ખોટા દસ્તાવેજ કરી ગુનો આચર્યામાં ધાનેરા કોર્ટે ૬ માસની સજા ફટકારી હતી
મહેસાણા,
તા.ર૭ નવેમ્બર, ૨૦૧૮, મંગળવાર
ધાનેરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમને સામે પ્લોટના ખોટા દસ્તાવેજો
બનાવી વેચાણ કર્યો હતો. જે કેસમાં ધાનેરા કોર્ટે
૬ માસની સજા ફટકારી હતી. જે ધ્યાને લઈ નિયામક ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગુજરાત
રાજય ગાંધીનગર દ્વારા વર્તમાન સભ્ય પદેથી પૂર્વ ચેરમેનને દુર કરવા હુકમ કરવામાં આવ્યો
છે.
ધાનેરાના પોપટલાલ પીતાંબરદાસ જોષી દ્વારા તા.ર૮/પ/૧૮ ના પત્રથી ખેતીવાડી ઉત્પન્ન બજાર અધીનિયમ ૧૯૬૩ ની કલમ-૧૩(૧) અન્વયે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જેમાં જોઈતાભાઈ હીરાભાઈ ચૌધરી વિરૃધ્ધ ધાનેરાની કોર્ટમાં ફોજદારી કેસ ફરીયાદના આરોપીઓના માલીકીની ન હોવા છતાં જોઈતાભાઈએ પ્લોટ પોતાની માલીકીનો હોવાનુ જણાવી રૃ.૧,૬૦,૦૦૦ માં ખોટા દસ્તાવેજો કરી વેચ્યો હતો.
જે અંગે ધાનેરા કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે તા.૧૦/૧ર/૧પ ના હુકમથી ૬ માસની સખત કેદની સજા અને પ૦૦૦ પાંચ હજારનો દંડ કર્યો હતો.
કોર્ટે તેમને દોષિત જાહેર કરેલ તેઓ બજારધારાની કલમ-૧૩(૧) અન્વયે કૃત્ય માટે દોષિત ઠરેલ હોવાથી બજાર સમિતિ ધાનેરાના વ્યવસ્થાપક કમીટીના સભ્ય પદેના હોદ્દા ઉપરથી દુર કરવા રજુઆત કરી હતી.
આ બાબતના કેસ તથા સરકારમાં રજુઆત થતા સરકારના પ્રતિનિધિ વાય.એ. બલોચ નિયામક, ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર, ગાંધીનગર ખેત ઉત્પાદન બજાર અધિનિયમ-૧૯૬૩ ની કલમ-૧૩(૧) અન્વયે મળેલ સત્તાની રૃએ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ધાનેરાના વ્યવસ્થાપક કમિટીના સભ્ય જોઈતાભાઈ હીરાભાઈ ચૌધરીને કમીટી સભ્ય પદેથી દુર કરવાનો હુકમ કરતા રાજકીય ગરમાવો આવી ગયો છે.
જોકે બીજા બે ડીરેકટરો
ઉપર પણ લટકતી તલવાર ચાલી રહી છે. તેઓ પોતાનો બચાવ કરવા રાજકીય મહારથીઓના સાનિધ્યમાં
દોડી રહ્યા હોવાનુ જાણવા મળે છે.