Get The App

1400 કિલો વજન ધરાવતા ભીમ પાડાને જોવા ખેડૂતો ઉમટયા

- ધાનેરા તાલુકાના નેનાવા ગામે

- જોધપુરનો ભીમકાય પાડો સવારે ત્રણ કલાકની કસરત બાદ દેશી ગાયના ઘીની લાપસીનો નાશ્તો કરે છે!

Updated: Feb 25th, 2020

GS TEAM

Google News
Google News
1400 કિલો વજન ધરાવતા ભીમ પાડાને જોવા ખેડૂતો ઉમટયા 1 - image

ધાનેરા તા. 24 ફેબ્રુઆરી 2020, સોમવાર

ધાનેરા તાલુકાના નેનાવા ગામે એક ખેડૂતના ઘેર દેશનો સૌથી મોંઘો પાડાનું આગમન કરતા કુતુહલ  સર્જાયું હતું. લોકોના ટોળે ટોળા પાડાને જોવા ઉમટી પડયા હતા. ૧૪૦૦ કીલો પાડાની સાર સંભાળ રાખવા રોજના એક હજાર રૃપિયા ખર્ચાય છે.

ધાનેરા તાલુકાના નેનાવા ગામે ભારતનો સૌથી મોંઘો પાડો ભીમ આવતા લોકોના ટોળે ટોળા આ અદ્યતન પાડાને જોવા ઉમટી પડયા હતા. જોધપુર રાજેસ્થાનના અરવિંદ જાગીર આ ભીમ પાડાના માલિક છે. આમ તો પાડાને લઇ અનેક કહેવતો પણ સાંભળવા મળતી હોય છે. અને ભેંસ પાડી આપે તો સૌ ને ગમે પણ જો પાડો આપે તો કોઇને ના ગોમ પણ આજે આ ભીમ પાડાને જોવા લોકો પડા પડી કરી રહ્યા છે. ધાનેરા તાલુકાના નેનાવા ગામે રહેતા પહાડશીહના ઘરે ભીમ પાડાનું આગમન થતા ધાનેરા સહિત રાજસ્થાન રાજ્યના ખેડૂતો મોટા પ્રમાણમાં ભીમ પાડાને જોવા અને સાથે ફોટો પડાવવા માટે લાઇનમાં ઉભા હતા. કેમ કે આ પાડો ભારત નો નંબર વન પાડો કહેવાય છે. તો આ ભીમ પાડાનું વજન ૧૪૦૦ કિલો છે. ભીમ પાડાની આયુ સાડા છ વર્ષની છે. ૧૪ ફુટની લંબાઇ અને ૬ ફુટની ઉંચાઇ ધરાવતો આ ભીમ પાડાનો ખોરાક પણ પોષણ યુક્ત છે. સવારે ત્રણ ચાર કલાકની કસરત પછી દેશી ગાયના ધીની લાપસી આ ભીમ પાડાનો સવારનો નાસ્તો છે. પછી અલગ અલગ ફુટ, ડ્રાયફુટ, દુધ સહિત મકાઇ કઠોળ આખો દિવસ ભીમ પાડો આરોગે છે. આ ભીમ પાડાની બોલી પુષ્કર ખાતેના મેલામાં ૨૦ કરોડ સુધી પહોંચી હતી. જોકે તેના માંલિક આ ભીમ પાડાના બીજા દાન થકી ખેડૂતો એન પશુપાલકોને દુધ વ્યવસાય માટે વધુ ફાયદો થાય તે માટે ને વેચવાનું ટાળ્યું હતું. વધુ માહિતી પાડાના માલિકે જણાવી હતી.

Tags :