લાખણીના મોટા કાપરામાં અનાજનો વધુ ભાવ વસુલનાર સામે ગુનો
- કાળા બજારીયાઓમાં ફફડાટ
- દુકાનદાર દ્વારા પ્રતિ કિલો ગોળના ૬૦ને બદલે રૃ.૮૦ વસુલાતા હતા
લાખણી,
તા. 29 માર્ચ 2020, રવિવાર
લાખણી તાલુકાના મોટા કાપરા ગામના કરિયાણાની દુકાન ધરાવતા
રમેશભાઈ જગમાલભાઈ પંચાલ, રહે.
જુના નેસડા, તાલુકો
ડીસાવાળા જેઓને સોશિયલ મિડીયા દ્વારા વિડીયો વાયરલ થયો હતો. જેમાં ગોળના કિલોના
રૃા. ૬૦ના બદલે ૮૦ રૃપિયા લેવામાં આવતા હતા. જેઓનું સોશિયલ મિડીયામાં કાળાબજારી
કરતાનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં ડીસા મામલતદારને ધ્યાને આવતા જેઓએ ભીલડી
પોલીસને સુચના આપતા ભીલડી પોલીસે છાપો મારતા દુકાનની અંદરથી બીડી, તમાકુ, ગુટકા વગેરે મળી
આવેલ કુલ મુદ્દામાલ રકમ ૬૪૪૬નો ઝડપી પાડીને જાહેરનામાનો ભંગ થતા ગુનો નોંધી
કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં કાળાબજારી કરતા તત્વોમાં ફફડાટ જોવા
મળ્યો હતો.
લોકડાઉનનો ભંગ કરનાર બેકરી સંચાલક સામે ગુનો નોંધાયો
કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને લઈ ભારત સરકારે ૨૧ દિવસનો
લોકડાઉન જાહેર કરતા આવશ્યક ચીજવસ્તુ સિવાયની તમામ ચીજવસ્તુઓના વેચાણ ઉપર પ્રતિબંધ
મુકી દીધો છે ત્યારે છાપી પીએસઆઈ એલ.પી. રાણાને મળેલ ખાનગી બાતમી આધારે તાલુકાના
મેતા ગામે નોમાન ઈસ્માઈલ સુણસરા લોકડાઉનનો ભંગ કરી પોતાની બેકરી ખુલ્લી રાખી
લોકોની ભીડ એકત્રિત કરી આ મહામારીમાં રોગચાો ફેલાય તેવું કૃત્ય કરતા પેટ્રોલીંગ
કરતા પોલીસ કોન્સ્ટેબલ કિશોરસિંહ તેમજ જયેશભાઈને તપાસ કરી કાર્યવાહી કરવાની સુચના
આપતા ગેરકાયદેસર બેકરીમાં વેપાર કરતા શખસને ઝડપી પાડી તેઓ વિરુધ્ધ ગુનો નોંધી
કાયદેસર કાર્યવાહી હાથ ધરતા ચકચાર મચી ગઈ હતી.