કોરોના સંકટ સમયે દંપતીએ લગ્નના ખર્ચના 1.11 લાખ દાનમાં આપ્યા
- બનાસકાંઠામાં નવયુગલની અનોખી પહેલ
- અંબાજીના શખસે ચેક પીએમ કેર ફંડમાં કલેકટરને અર્પણ કર્યો
પાલનપુર તા.13 મે 2020, બુધવાર
કોરોના વાયરસના કહેર વચ્ચે ઘણી જગ્યાએ પ્રેરણાદાયી અભિગમ પણ જોવા મળે છે. પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે જીમીપંડયાના વડોદરા નિવાસી મૈત્રી શેઠ સાથે તા.૧૨ મેે-૨૦૨૦ના રોજ ખુબ જ સાદગીભર્યા લગ્ન થયા હતા. લગ્નવિધિ સંપન્ન કરીને જીમી પંડયા સજોડે પાલનપુર જઇને રૃ.૧.૧૧નો ચેક પીએમ કેર ફંડમાં બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલેને અર્પણ કર્યો હતો. આ અંગે પ્રતિભાવ આપતાં નવવિવાહીત યુગલે જણાવ્યું કે અમારા લગ્નપ્રસંગે અમે સેવાકીય કાર્ય દ્વારા આશીવાર્દ મેળવાવનું નક્કી કર્યું હતું. અમારા આ વિચારને અમારા પરિવારે આનંદ સાથે સમર્થન આપ્યું હતુ. અમારા લગ્ન ખુબ જ સાદગીથી માત્ર ૨૦ માણસોની ઉપસ્થિતિમાં યોજાયા હતા. પ્રસંગને અનુરૃપ સ્વજનો, મિત્રો તરફથી શુભેચ્છારૃપે જે ભેટ પૈસા મળ્યા તેમાં ખુટતી રકમ મેં ઉમેરીને આજે પીએમ કેર ફંડમાં ચેક અર્પણ કર્યો છે. કોરોના સામેની લડાઇમાં મારૃપણ યોગદાન આપવાનો વિચાર આવ્યો ને તે સાર્થક કર્યો
અત્રે ઉલ્લેખનીય છે કે મળેલ પરવાનગી અનુસાર માત્ર ૨૦ માણસોની હાજરીમાં દરેકનું મેડીકલ ચેકઅપ કરીને, સૌએ મોંઢે માસ્ક બાંધીને, સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને સાદગીથી લગ્નવિધિ સંપન્ન કરવામાં આવ્યા હતા. કલેકટર સંદીપ સાગલેએ નવયુગલને શુભેચ્છાઓ પાઠવી તેમના અભિગમને બિરદાવ્યો હતો.