Get The App

ઉનાળામાં પુરબહાર ચાલતો માટલાનો ધંધો લોકડાઉનને લીધે ઠપ્પ

- પાણીના માટલાનો ધંધો માત્ર ચાર માસ જ ચાલે છે

- વેચાણન થતા હજુ નેભાડામાં જ થયાવતઃ પરિવારની હાલત કફોડી

Updated: Apr 16th, 2020

GS TEAM

Google News
Google News
ઉનાળામાં પુરબહાર ચાલતો માટલાનો ધંધો લોકડાઉનને લીધે ઠપ્પ 1 - image

ઝેરડા તા.15 એપ્રિલ 2020, બુધવાર

લોકડાઉનમાં ખેતી સાથે પાણીના માટલા જેવા સિઝનેબલ ગણાતા નાના ધંધા કરતા પરિવારોની હાલત પણ કફોડી બની જવા પામી છે. તેની માટી કામ સાથે સંકળાયેલા વાહનોને પણ લોકડાઉનમાં છુટ આપવાની પ્રબળ માંગ ઉઠવા પામી છે. 

કોરોના વાયરસના કારણે લોકડાઉનમાં ધંધા રોજગાર ઠપ્પ થઇ ગયા છે. જેમાં ખાસ કરીને અર્થતંત્રની જીવાદોરી ગણાતા કુષિ વ્યવસાયને મરણતોલ ફટકો પડયો છે. તેની સાથે સિઝનેબલ ગણાતા પાણીના માટલા બનાવવાના માટી કામ સાથે સંકળાયેલા હજારો પરિવારોને પણ ભુખે મરવાનો વારો આવે તેત છે. કારણ શિયાળાની કડકતી ઠંડીમાં કાળી મજુરીને કરીને પકવેલા ઠંડા પીણાના માટલાના વેચાણ સમયે જ(ઉનાળાના પ્રારંભે)લોકડાઉન ભયાનક ગ્રહણ નડયું છે. કારણ બનાવેલ હજારો માટલા વેચાણના અભાવે પડયા રહ્યા છે. જેથી આજના ટેકનોલોજીના યુગમાં પણ બાપ દાદાનો વારસો જાળવી રાખનાર અને મુસલા-પ્રજાપતિ પરિવારોને ઘર ચલાવવાના ફાંફા પડી રહ્યા છે. તેમાં પણ લોકડાઉનમાં વધારો આ પરિવારો માટે વ્રજુઘાત પુરવાર થઇ રહ્યો છે. 

ઉનાળામાં પુરબહાર ચાલતો માટલાનો ધંધો લોકડાઉનને લીધે ઠપ્પ 2 - imageઆ બાબતે માટીકામના ઝેરડાના કસબી કારીગરો સલ્લુભાઇ સુમરાએ જણાવ્યું હતું કે પાણીના માટલાનો ધંધો ઉનાળાના ચાર મહિના ચાલે છે. પણ માટલા બનાવવાની શરૃઆત શિયાળાની કરી દેવી પડે છેે. એન ઉનાળામાં તેના વેચાણ થકી બાર મહિનાનો રોટલો મળી રહે છે. પરંતુ આ વખતે લોકડાઉનના કારણે વેચાણ ન થતા નેભાંડો ચોટયો રહ્યો છે. તેથી અનેક પરિવારોની હાલત કફોડી બનવા પામી છે. 

બનાસકાંઠા સહિત ગુજરાતમાં કોરોનાનો કોપ ધીમે ધીમે ઓસરતો જાય છે. જેથી સરકાર આગામી ૨૦મી એપ્રિલે લોકડાઉનમાં છુટછાટ જાહેર કરે તેવી આશા બંધાઇ છે. જેના કારણે માટી કામ સાથે સંકળાયેલા હજારો પરિવારોના મુરઝાયેલા ચહેરા ચમકી ઉઠયા છે. ત્યારે સરકાર માટીકામ સાથે સંકળાયેલા નાના વેપારીઓના વાહનોને છુટછાટ આપી બચાવી લે તેવો જનમત પ્રવર્તે છે. 

Tags :