પ્રેમીએ પરિણીત પ્રેમિકાના ત્રણ માસના પુત્રને મારી નાખ્યો
- અમીરગઢના બાલુન્દ્રા ગામે બનેલો કરૃણ બનાવ
- પુત્રનું મોત થતા ભાગી ગયેલી પ્રેમિકા પરત પિતાના ઘરે આવી પોલીસ ફરિયાદ નોંધાવી
અમીરગઢ,
તા. 24 જુલાઇ 2020,
શુક્રવાર
અમીરગઢના બાલુન્દ્રા ગામની યુવતી પતિને છોડી પ્રેમી સાથે
ભાગી ગઈ અને તેના પ્રેમીએ ત્રણ માસના નાના માસુમ બાળકને ક્રુરતાથી મોતને ઘાટ ઉતારી
મારી નાખતા ચકચાર મચી જવા પામેલ છે.
અમીરગઢ પોલીસની મળેલ બાતમી મુજબ બાલુન્દ્રા ગામના કેવાભાઈ
નારણજી રબારીની પુત્રીના લગ્ન કિડોતર ગામે થયેલ હતા. તેના લગ્નજીવનમાં તેને એક
પુત્ર થયેલ હતો. પરંતુ આ યુવકી કીડોતરથી પોતાના પિયરમાં આવેલ હતી. તે દરમિયાન તેના
જુના પ્રેમી સાથે લગાવ થતા બધી મર્યાદાઓને નેવે મુકી પ્રેમી સાથે વીસમી જૂનન ભાગી
ગઈ હતી અને બંને જણ બાલુન્દ્રાની સીમમાં જ ત્રણ દિવસ ફર્યા હતા અને ગત ગુરુવારની
રાત્રીના દસ વાગ્યાના સમયે બંને જણ બાલુન્દ્રાની સીમમાં એક ખેતરમાં રોકાયા હતા.
યુવતીના પતિથી થયેલ બાળક હોઈ તેના
પ્રેમીને તે બાળક પસંદ ન હોવાથી તેના પ્રેમી શંકર કેલાજી રબારીએ ત્રણ વર્ષના માસુમ
બાળકને ક્રુરતાથી ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દીધેલ હતો અને કોઈને કહ્યું તો તેના
પ્રેમમાં આંધળી બેલ બાળકની માતાને પણ જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. આથી યુવતીએ
પોતાના ઘરે જઈ પિતાને બધી વાત કરતા યુવતીના પિતાએ આરોપી વિરુધ્ધ અમીરગઢ પોલીસ
સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી
જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી કરતા મારનાર માસુમ બાળનકી લાશને પીએમ માટે
સરકારી દવાખાનામાં મોકલેલ હતી એક માસુમ બાળકને ક્રુરતાથી મારનાર નરાધમ સામે આખા
પંથકમાં ફિટકારની વર્ષા થઈ રહેલ છે.