ડીસામાં કોરોનાગ્રસ્ત વૃદ્ધનું મોત થતાં લાશ પરિવારને સોંપી દેવાઈ
- કોરોનાના રિપોર્ટની રાહ જોયા વગર જ
- કોરોનાનું સેમ્પલ લીધા બાદ રિપોર્ટની રાહજોયા વિના જ મૃતકની લાશ સોંપીદેવાતા સંક્રમણ ફેલાવાની ભીતિ
ડીસા,તા. 09 મે 2020, શનીવાર
ડીસાની હોસ્પિટલમાં એડમિટ નારોલી ગામના એક વૃદ્ધને શંકાસ્પદ
કોરોનાના લક્ષણ જણાતા આરોગ્ય વિભાગ દ્વારા
મૃતકના પરિવારજનોને લાશ સોંપી દેવામાં આવી હતી. જે બાદ મૃતકનો રિપોર્ટ
કોરોના પોઝીટીવ આવતા આરોગ્યતંત્રની લાપરવાહીના કારણે નારોલીમાં કોરોનાનું સંક્રમણ
ફેલાવાની દહેશત વર્તાવા લાગી છે.
થરાદ તાલુકાના નારોલી ગામના વતની અને અમદાવાદના ચાંદખેડામાં
રહેતા ૭૫ વર્ષીય વૃધ્ધ હરગોવનદાસ હસમુખલાલ ત્રિવેદીને શ્વાસની બિમારી હોઈ તેમને
ગુરુવારે ડીસાની ભણશાળી (કોવિંડ હોસ્પિટલ)માં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં
તેમનું કોરોના સેમ્પલ લેવામાં આવ્યું હતું. જે બાદ રાત્રિના સમયે તેમનું મોત
નિપજતા આરોગ્ય તંત્ર દ્વારા મૃતકના કોરોના રિપોર્ટની રાહ જોયા વિના જ લાશ તેમના
પરિવારને સોંપીદેવાતા મૃતકની તેમના ગામમાં અંતિમવિધિ કરવામાં આવી હતી. જેના બીજા
દિવસે મૃતકનો રિપોર્ટકોરોના પોઝીટીવ આવતા ગામલોકોમાં કોરોના સંક્રમણ ફેલાવવાને લઈ
ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. સાથે આરોગ્ય વિભાગની લાપરવાહી સામે પણ સવાલો ઉઠવા
પામ્યા છે. જોકે મૃતકનું સેમ્પલ લીધું હતું તો લાશ સોંપતા પહેલા કોરોનાના
સંક્રમણને રોકવા માટે તકેદારીના પગલાં ભરવામાં ન આવતા મૃતકના સંપર્કમાં આવેલ તેમજ
તેમની અંતિમક્રિયામાં ગયેલ લોકોમાં સંક્રમણ ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે.
શ્વાસની બિમારીથી મોત થયું હોવાનું તબીબનો મત
નારોલીના વૃધ્ધના મોત અંગે ડીસા બ્લોક હેલ્થ અધિકારી
ર્ડા.જે.એચ. હરીયાણીએ જણાવ્યું હતું કે કોવિડ હોસ્પિટલમાં દાખલ હરગોવનદાસ
ત્રિવેદીનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. પરંતુ તેમને શ્વાસનિ બિમારી હોવાના કારણે
તેમનું મોત થયું હોવાનું જણાઈ આવે છે.
બનાસકાંઠામાં કોરોનાગ્રસ્ત ત્રીજા વ્યક્તિનું મોત
બનાસકાંઠા જિલ્લામાં અગાઉ પાલનપુરના ભાગળ (જ) ગામના એક
વૃધ્ધા તેમજ ધાનેરામાં મામાના ઘરે આવેલ યુવક કોરોનાની સારવાર દરમિયાન મોતને ભેટયા
હતા. જે બાદ કોરોના પોઝીટીવ નારોલીના વૃધ્ધનું મોત થતા જિલ્લામાં કોરોનાના મૃત્યુ
આંક ૩ પર પહોંચ્યો છે.