પાટણમાં 29 વર્ષીય ડોકટર કોરોનામાં સપડાયા
- જિલ્લામાં વધુ બે કેસ નોંધાયા
- જિલ્લામાં વધુ બે દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયાઃ કુલ આંક ૧૦૩ થયો
પાલનપુર તા. 9 જુન 2020, મંગળવાર
પાટણ જિલ્લામાં કોરોનાનો કહેર દિન-પ્રતિદિન વધતો જઇ
રહ્યો છે. ત્યારે પાટણ શહેરમાં એક બાદ એક ડોકટર કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે.
જેમાં મંગળવારે પાટણ શહેરમાં વધુ એક ૨૯ વર્ષીય ડોકટર પોઝિટીવ દર્દીના સંપર્કમાં
આવતા કોરોનામાં સપડાતા હડકંપ મચી ગયો છે. જેને લઇ આરોગ્ય વિભાગ દ્વારા ડોકટરના
સંપર્કમાં આવેલ તમામ લોકોની શોધખોળ શરૃ કરી દીધી છે. તો જિલ્લામાં પોઝિટીવ કુલ આંક
૧૦૩ પર પહોંચી ગયો છે. જોકે બીજી તરફ પાટણ જિલ્લામાં વધુ બે દર્દીઓ સ્વસ્થ થતા
ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેને લઇ કુલ ૭૩ દર્દીઓ સ્વસ્થ થઇ પરત ફર્યા છે.
જ્યારે ૧૯ દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે.
પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાંક દિવસથી કોરોનાનો સૌથી
વધુ કહેર પાટણ સિટીમાં જોવા મળી રહ્યો છે. જેમાં અત્યાર સુધી સૌથી વધુ પાટણ
શહેરમાં કુલ ૩૪ પ્રોઝિટીવ કેસ નોંધાયા છે. જેને લઇ આરોગ્ય વિભાગ સહિત વહીવટી તંત્ર
માટે ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે મંગળવારે વધુ બે કેસ નોંધાયા હતા. જેમાં પાટણ
શહેરમાં રાજમહેલ રોડ મહાવીર નગર સોસાયટીના ૪૯ વર્ષીય પુરૃષને શરદી, ખાંસી
તેમજ શ્વાસ લેવામાં તકલીફ જણાતા સેમ્પલ લેવામાં આવ્યુ હતું. જેમાં રિપોર્ટ પોઝિટીવ
આવ્યો હતો. જ્યારે પાટણ શહેરમાં નવજીવન હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટર એન હોસ્પિટલના
રેસીનડેન્ટ રૃમ ૨માં રહેતા ૨૯ વર્ષીય ડોકટરને તાવ, ખાંસી અને માથાનો
દુખાવો સહિત લક્ષણો જણાતા સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ મંગળવારે
પોઝિટીવ આવતા હડકંપ મચી જવા પામ્યો હતો. જેને લઇ આરોગ્ય વિભાગ દ્વારા ડોકટરના
દવાખાનાને કોર્ડન કરવામાં આવ્યું હતું. તેમજ તેમના પાસેથી સારવાર
લીધેલ લોકોની શોધખોળ કરવાની કામગીરી શરૃ કરી દેવામાં આવી હતી.