તાવડીયાની 20વર્ષીય નર્સ પોઝીટીવ દર્દીઓની સારવાર દરમિયાન સંક્રમણમાં આવ્યા હતા
- સિદ્ધપુરના શિફા હોસ્પિટલની નર્સને સારવાર બાદ રિપોર્ટ નેગેટીવ આવતા ડિસ્ચાર્જ
- ધારપુર હોસ્પિટલના સ્ટાફ દ્વારા નર્સને તાળીઓથી વધાવી રજા અપાઈ, પાટણ જિલ્લામાં હજુ ૨૬નો રિપોર્ટ પેન્ડીંગ
પાલનપુર,તા. 01 મે 2020, શુક્રવાર
સિદ્ધપુર તાલુકામાં કોરોનાના ૧૬ પોઝીટીવ કેસ નોંધાયા
બાદ સમગ્ર તાલુકાને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે લોકડાઉન કરવામાં આવ્યું હતું.
જેને લઈ લોકોએ બહાર નીકળવાનું ટાળતા ચોક્કસપણે હવે સિદ્ધપુર તાલુકામાં નવો કોઈ કેસ
પોઝીટીવ આવ્યો ન હતો. ત્યારે મુંબઈથી આવનાર કોરોનાગ્રસ્ત લુકમાનને શિફા હોસ્પિટલમાં
સારવાર લીધી હોય શિફા હોસ્પિટલની નર્સને ૧૭ એપ્રિલે કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા ધારપુર
હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. જોકે ૧૩ દિવસ સારવાર કર્યા બાદ
રિપોર્ટ નેગેટીવ આવતા ધારપુર ખાતેથી રજા આપી દેથળી ખાતે આવેલ હોસ્પિટલમાં ફેસિલીટી
કોરોન્ટાઈન કરવામાં આવી છે.
પાટણ જિલ્લામાં અત્યાર સુધી કુલ ૨૧ કેસ નોંધાયા છે.
જેમાં સૌથી વધુ સિદ્ધફુરતાલુકામાં કુલ ૧૬ પોઝીટીવ કેસનોંધાતા જેને ધ્યાનેલઈ જિલ્લા
વહિવટીતંત્ર દ્વારા સિદ્ધપુર તાલુકાને લોકડાઉન કરવામાં આવ્યો હતો. જેને કારણે લોકો
ઘરમાં રહેતા નવો કોઈ પોઝીટીવ કેસ નોંધાયો ન હતો. જોકે જિલ્લામાં પ્રથમ
કોરોનાગ્રસ્ત દર્દી અને સિદ્ધપુરને હોટસ્પોટ ઝોનમાં લાવનાર સરસ્વતી તાલુકાના ભીલવણ
ગામના વતની અને મુંબઈથી આવેલ લુકમાને સિદ્ધપુરની શિફા હોસ્પિટલમાં સારવાર લીધી
હતી. જેના સંક્રમણમાં તાવડીયાની ૨૦વર્ષીય મહિલા નર્સ સ્વેતા રમેશભાઈ પટેલ આવતા
તેમનો રિપોર્ટપોઝીટીવ આવ્યો હતો. જેને લઈ તેઓને ધારપુર હોસ્પિટલ ખાતે આઈસોલેશન
વોર્ડમાં દાખલકરવામાં આવ્યા હતા. જોકે ૧૩ દિવસની સારવાર બાદ મહિલા નર્સનો રિપોર્ટ
નેગેટીવ આવતા ધારપુર ખાતે હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીને તાળીઓથી વધાવી
ડિસ્ચાર્જ કરવામાંઆવી હતી અને ત્યાંથી દેથળી ખાતે આવેલ હોટલ મેનેજમેન્ટમાં
ફેસિલિટી કોરોન્ટાઈન કરવામાં આવી હતી. જેમાં હવે સપ્તાહ બાદ બે વાર સેમ્પલ લેવામાં
આવશે. જેમાં બન્ને વાર રિપોર્ટ નેગેટીવ આવશે તો મહિલાને ઘરે જવા માટે રજા આપવામાં
આવશે તેમ તબીબે જણાવ્યું હતું.