Get The App

ડીસામાં છાકટા બનેલા ટીડીઓના વર્તનથી વિદ્યાર્થીઓનો હોબાળો

- મુજે પીને કા શૌખ નહીં પિતા હું ગમ ભુલાને કો...

- પોતાની ચેમ્બરમાં રાજાપાટમાં બેઠેલા ટીડીઓએ વિદ્યાર્થીઓ સાથે બેહુદૂ વર્તન કરતા ખળભળાટ

Updated: Nov 2nd, 2021


Google NewsGoogle News
ડીસામાં છાકટા બનેલા ટીડીઓના વર્તનથી વિદ્યાર્થીઓનો હોબાળો 1 - image

ડીસા, તા.2

સરકારી બાબુઓ જ્યારે જવાબદાર પોસ્ટ પર હોય છે ત્યારે અરજદારોની અરજીઓ અને જરૃરી કામો પૂર્ણ કરવા અને જનહિતમાં કામ કરવા સરકારી નીતિ અને પરિપત્રોએ બંધાયેલ હોય છે. જોકે ચાલુ ફરજે ડીસા ટીડીઓ નશાયુક્ત હાલતમાં ટુન્ન થઇ બેદરકારી દાખવતા ડીસા તાલુકા કચેરીમાં પોતાના ક્રીમીલેયર સટફિકેટ કઢાવવા આવેલ વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો હતો. મામલો એટલી હદે વણસ્યો હતો કે, પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. 

બનાસકાંઠાની ડીસા તાલુકા પંચાયતમાં ફરજ બજાવી રહેલા તાલુકા વિકાસ અધિકારી બી.ડી.સોલંકી તેમની જ કચેરીમાં દારૃ પીધેલી હાલતમાં જોવા મળ્યા હતા.અને અરજદારો એવા વિદ્યાર્થીઓ સાથે બેહૂદું વર્તન કરતાં મામલો બિચક્યો હતો.જોકે મામલો વણસી જતાં તાલુકા પંચાયત કચેરીએ પહોંચેલ ડીસા શહેર ઉત્તર પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ મામલો થાળે પાડયો હતો. તાલુકા પંચાયત કચેરીમાં આવતા અરજદારોએ છેલ્લા ઘણા સમયથી ડીસાની તાલુકા પંચાયત કચેરીમાં વિવિધ દસ્તાવેજો અને સટફિકેટ માટે વિદ્યાર્થીઓને ધક્કા ખાવા પડી રહ્યા છે જેથી વિધાર્થીઓ પરેશાન થઈ ઉઠયા છે.આજે પણ આવકના દાખલા અને ક્રિમિલિયર સટફિકેટ લેવા આવતા વિધાર્થીઓને પ્રમાણપત્રો ના મળતા વિધાર્થીઓ ઉશ્કેરાયા હતા અને આ અંગે ડીસા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી બી.ડી.સોલંકીને રજૂઆત કરવા માટે તેમની ચેમ્બરમાં ગયા હતા. દરમ્યાન અચાનક વિદ્યાર્થીઓ તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરમાં ઘૂસી જતાં તાલુકા વિકાસ અધિકારી બી.ડી.સોલંકી ઉશ્કેરાઈ ગયા હતા અને વિધાર્થીઓ સાથે ધક્કા મુક્કી કરવા ઉપરાંત ગાળા ગાળી પર ઉતરી આવ્યા હતા.આ ઘટનામાં રજૂઆત કરવા આવેલા વિધાર્થીઓએ જણાવ્યુ હતું કે, તાલુકા વિકાસ અધિકારી બી.ડી. સોલંકી તેમની ચેમ્બરમાં દારૃ પીધેલી હાલતમાં હતા.  પ્રાથમિક દ્રષ્ટિએ તેમણે નશીલા પદાર્થનું સેવન કર્યું હોવાનું જણાતું હતું જ્યારે અનેક પ્રત્યક્ષદર્શી વિદ્યાર્થીઓએ તાલુકા વિકાસ અધિકારી સભાન અવસ્થા ન હોવાના આક્ષેપો કર્યા હતા. 



Google NewsGoogle News