Gujarat

પાલનપુર ખાતે રાજ્યવ્યાપી નિરામય ગુજરાતનો પ્રારંભ થયો

By GS Team
12 Nov 20212 mins read
This article was originally published on 12 Nov 2021
પાલનપુર ખાતે રાજ્યવ્યાપી નિરામય ગુજરાતનો પ્રારંભ થયો

પાલનપુર તા.12

બનાસકાંઠાના પાલનપુર ખાતેથી રાજ્યવ્યાપી નિરામય મહાઅભિયાનનો પ્રારંભ થયો હતો.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બદલાતી જતી જીવનશૈલી, લાઇફસ્ટાઇલ, ખાન-પાન આદતો, સ્ટ્રેસ અને હાઇપર ટેન્શનથી હૃદયરોગ, ડાયાબિટીઝ, કીડનીની બિમારી જેવા રોગોનો ભોગ લોકો બનતા હોવાનું જણાવ્યું હતું.

રાજ્ય સરકારે પહેલું સુખ તે જાતે નર્યાદના ધ્યેય સાથે લોકોને બિન ચેપી રોગ થાય જ નહીં અને આ રોગ થાય તો ઉગતા જ ડામી દેવાય અને પ્રાથમિક તબક્કે સ્ક્રીનીંગ થઇ જાય અને તપાસ નિદાનથી રોગ સંપૂર્ણ મટી જાય ત્યાં સુધીની સઘન સારવાર વિનામૂલ્યે આપવા પાલનપુરની જીડી મોદી કોલેજ ખાતે થી રાજ્યવ્યાપી નિરામય ગુજરાત અભિયાન નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આ અભિયાનમાં આરોગ્ય તપાસ દરમિયાન જો કોઇને હૃદયરોગ કેન્સર જેવા ગંભીર રોગ જણાશે તો માત્ર નિદાન કરીને સરકાર છોડી દેવાની નથી. આવા રોગ સહિતના અન્ય બિનચેપી રોગમાં ફોલોઅપ, ટ્રીટમેન્ટ અને પૂર્ણતથ સાજા થવા સુધીની દવા-સારવાર દ્વારા વ્યક્તિને સ્વસ્થતા પ્રાપ્ત કરાવવા સરકાર સતત પડખે રહેવાની છે અને દર શુક્રવારે નિરામય દિવસની ઉજવણી કરવામાં આવશે.

જન આરોગ્યની સુરક્ષા-પ્રિવેન્ટિવ કેરના હેતુથી નવી યોજના શરૃ કરાઇ

રાજ્યમાં ચેપી રોગ કરતાં બીન ચેપી રોગ, જેવા કે બીપી.-લોહીનું ઉંચુ દબાણ, હાર્ટ એટેક, લકવો, કેન્સર, કિડની, પાંડુરોગ, ડાયાબિટિસ જેવા રોગોથી મૃત્યુનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ પ્રકારના રોગોથી કાળજી લેવા ૩૦ થી વધુ વયના નાગરિકોનું દર શુક્રવારે આરોગ્ય કેન્દ્રોમાં  આરોગ્ય સ્ક્રીનિંગ-તપાસ કરવામાં આવશે.

ગુજરાતના ૩૩ જિલ્લામાં નિરામય અભિયાન શરૃ કરાયું

નિરામય ગુજરાતના  રાજ્યવ્યાપી પ્રારંભના સમયે રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગર પાલિકાઓમાં એક સાથે વિવિધ મંત્રીઓ, સાંસદ સભ્યો સહિત મહાનુભાવો ઇ- માધ્યમ થી જોડાયા હતા.