Get The App

શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરએ કોંગ્રેસના MLA ગેનીબેનના ઘરે સાથે ભોજન લીધું

- લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ શકે છે હાલમાં વાટાઘાટો ચાલુ છે

Updated: May 10th, 2019

GS TEAM

Google News
Google News
શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરએ કોંગ્રેસના MLA ગેનીબેનના ઘરે સાથે ભોજન લીધું 1 - image

બનાસકાંઠા, તા. 10 મે 2019, શુક્રવાર

કોંગ્રેસના બાગી ધારાસભ્ય અલ્પેશ ઠાકોર હમણાંથી ચર્ચામાં છે, કોંગ્રેસના તમામ પદો પરથી લોકસભાની ચૂંટણી પહેલા જ રાજીનામું ધરી દેનારા અલ્પેશ પટેલ સામે કાર્યવાહી કરવા માટે કોંગ્રેસે અધ્યક્ષ ઉગ્ર વિવાદ પણ કરી છે તેમજ તેમનું ધારાસભ્ય પદ રદ કરવા એટલે કે તેમને ધારાસભ્ય પદેથી ગેરલાયક ફેરવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે જેને લઇને અલ્પેશ ખુબજ રોષે ભરાયો છે.

અલ્પેશ ઠાકોર કોંગ્રેસના નેતાઓ પર હુમલો કરવાની એક પણ તક જતી કરતો નથી. તાજેતરમાં જ અમદાવાદના રાણીપ ખાતે એના તેમના મકાનના વાસ્તુ પૂજા વખતે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીને ખાસ બોલાવ્યા હતા.

શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરએ કોંગ્રેસના MLA ગેનીબેનના ઘરે સાથે ભોજન લીધું 2 - image

જોકે, કોંગ્રેસના એક પણ નેતા કે કાર્યકરો તેમના પ્રસંગમાં આવ્યા નહોતા. અલ્પેશ ઠાકોર કોંગ્રેસને એવો મેસેજ આપવા માગે છે કે જો તમે મારા પર દબાણ કરશો તો હું ભાજપમાં જોડાઈ જઈશ.

ગૃહ મંત્રી અને અધ્યક્ષ સાથેના ફોટો અલ્પેશ ઠાકોરે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. જેને કારણે લોકોને ખ્યાલ આવ્યો હતો કે ભાજપ સાથે અલ્પેશ ઠાકોર સતત સંપર્કમાં છે. પરંતુ હજુ સુધી ભાજપે તેમને માગણીને સ્વીકારી નથી. લોકસભાની ચૂંટણીનું 23 મેના રોજ પરિણામ જાહેર થયા બાદ અમિત શાહ અલ્પેશ ઠાકોરના મુદ્દે કોઈ નકર નિર્ણય કરશે.

બીજીબાજુ અલ્પેશ ઠાકોરની સાથે જ ધારાસભ્ય પદે ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના પુત્રના લગ્ન હતા આથી અલ્પેશ ઠાકોરે ખાસ હાજરી આપી હતી. આશ્ચર્યની વાતએ છે કે ગેનીબેન સામે વાવ બેઠક પરથી ચૂંટણી હારી ગયેલા ભૂતપૂર્વ મંત્રી શંકર ચૌધરી પણ લગ્ન પ્રસંગમાં હાજર રહ્યા હતા.

શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરએ કોંગ્રેસના MLA ગેનીબેનના ઘરે સાથે ભોજન લીધું 3 - image

અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરી લગ્ન પ્રસંગમાં બંને નેતાઓ સાથે આવતા અનેક રાજકીય ચર્ચા શરૂ થઇ છે. આગળ પણ કારમાં જાહેરમાં બન્ને નેતાઓ મળ્યા હતા પરંતુ એ વખતે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં હોવાથી તેમણે બચાવ કર્યો હતો કે શંકર ચૌધરી તેમને એકાએક મળી ગયા હતા. ગેનીબેન ઠાકોરના પુત્રના લગ્ન બનાસકાંઠામાં ભાભરના તેનિવાડ ગામે યોજાયો છે. કોંગ્રેસ સાથે છેડો ફાડયા બાદ અલ્પેશ ઠાકોર ભાજપના જુદા-જુદા આગેવાનો અને નેતાઓના સતત સંપર્કમાં છે.