વડગામમાં બહારથી આવેલા 20 શંકાસ્પદોના સેમ્પલ લેવાયા
- તાલુકામાં આરોગ્ય વિભાગની સતર્કતા
- મુંબઇ, સુરત, બરોડા તેમજ અમદાવાદથી આવતા લોકો ઉપર આરોગ્ય વિભાગની નજર
છાપી તા. 11 એપ્રિલ, 2020, શનિવાર
કોવિડ-૧૯જાહેર થયા બાદ કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં
હાહામાર મચાવ્યો છે. ત્યારે દેશમાં ૨૧ દિવસનો લોકડાઉન પૂર્ણ થવાના ગણતરીના દિવસો
બાકી છે. ત્યારે લોકડાઉનની અવધિ વધશે કે સમાપ્ત થશે તેને લઇ લોકોમાં અવઢવ જોવા મળી
રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જ્યાં પોઝિટીવ કેશ નથી ત્યાં પણ ફરિ ટેસ્ટિંગ શરૃ
કરાતા વડગામ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા બહાર થી આવેલા લોકોના સેમ્પલો લેવાની
કાગમીરી હાથ ધરવામાં આવી હતી.
વડગામ તાલુકા આરોગ્ય અધિકારી ડો.પ્રકાશ ચૌધરી દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ રાજ્ય સરકાર દ્વારા
કોરોના પોઝિટીવ મુક્ત જિલ્લાઓમાં પણ ટેસ્ટીગ ની કામગીરી હાથ ધરવા જણાવતા વડગામ
તાલુકામાં પણ વિવિધ ગામોમાં જયાં જયાં મુંબઇ,
બરોડા, અમદાવાદ, સુરત સહિત
અન્યત્રથી આવેલ લોકોની માહિતી એકઠી કરી તેમજ સર્વે સમુદાયના લોકોમાંથી સેમ્પલો લઇ
ટેસ્ટીગ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત શનિવારે બસુ, છાપી, બાવલચુડી, મજાદર, સહિતના ગામો
માંથી ૨૦ જેટલા લોકોના સેમ્પલો વડગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લેવામાં આવ્યા
હતા. આ તમામ સેમ્પલો ચકાસણી માટે અમદાવાદ મોકલવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.
તાલુકામાં આરોગ્ય વિભાગ સતત સતર્કતા રાખી તમામ ગામોમાં બહારથી આવેલા લોકો ઉપર નજર
રાખવા સાથે તેમનો સતત સર્વે કરવામાં આવી રહ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
મજાદરમાં શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણ દેખાતા શખસને
કોરેન્ટાઈન કરાયો
વડગામના મજાદર ગામે ચાર દિવસ પૂર્વે એક શખસ મુંબઈથી આવ્યો
હતો. જેની આરોગ્ય તપાસણી દરમિયાન ખાંસી,
તાવ અને શરદીની અસર જણાતા આશાવર્કરોએ તાત્કાલિક મેડિકલ ઓફિસર ડો. દિપકભાઈ
જનસારીને જાણ કરતા તેઓ આરોગ્યની ટીમ સાથે આવી પહોંચ્યા હતા દરમિયાન દર્દીની
ટ્રાવેલ હિસ્ટ્રી જાણી હતી કે જો દર્દીને ગંભીર અસર દેખાતા આરોગ્ય અધિકારી ડો.
પ્રકાશ ચૌધરી સહિત વડગામ મામલતદાર સહિત અધિકારીઓ એલર્ટ બની મજાદર આવી પહોંચી
શંકાસ્પદ વ્યક્તિને કોરોના વાયરસના લક્ષણો જણાતા તાબડતોબ એમ્બ્યુલન્સ દ્વારા ડીસા
ખાતે આવેલ ભણસાલી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં દર્દીના સેમ્પલ
લેવામાં આવ્યા હતા અને આઈસોલેશન વોર્ડમાં શીફ્ટ કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા
મજાદર ગામના સેનેટાઈઝરની કામગીરી હાથ ધરવા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.