Gujarat

પાલનપુરમાં ગુરુનાનક ચોક માર્ગ પર ફોરવ્હીલર વાહનો ઉપર પ્રતિબંધ

By GS Team
6 Apr 20201 min read
This article was originally published on 6 Apr 2020
પાલનપુરમાં ગુરુનાનક ચોક માર્ગ પર ફોરવ્હીલર વાહનો ઉપર પ્રતિબંધ

પાલનપુર, તા. 05 એપ્રિલ 2020, રવિવાર

પાલનપુરમાં લોકોની વધુ અવરજવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે શહેરના ગુરુનાનક ચોકને જોડતા માર્ગ પર વધુ વાહનો ભેગા ના થાય તે માટે ફોર વ્હીલ વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

પાલનપુર શહેરમાં કોરોના સંક્રમણને રોકવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટ સંદીપ સાંગલેએ તા. ૫ થી ૧૪ એપ્રિલ સુધી એરોમા સર્કલથી ગુરુનાનક ચોક જતા ફોર વ્હીલ વાહનોને ડોક્ટર હાઉસના ્રીજ પાસે અટકાવીને આ વાહનો ડોક્ટર હાઉસથી લક્ષ્મીપુરા ફાટક પસાર કરી ગોબરી રોડે નીકશે તેમજ ગઠામણ સર્કલથી સિવિલ હોસ્પિટલ જવા સંજય ચોકથી સીમલાગેટ રસ્તે થઈ જશે અને તે જ રસ્તે થઈ પરત જશે તેમજ ગુરુનાનક ચોકથી જુના ગંજ જતા ફોર વ્હીલ વાહનોને સિવિલ હોસ્પિટલ તેમજ માવજત હોસ્પિટલ જવું હોય તો જુના આર.ટી.ઓ. સર્કલથી માનસરોવર રોડ ઉપર થઈને સીમલાગેટ ડાઈવર્ટ કરાય છે અને કિર્તીસ્તંભ તેમજ સંજય ચોકથી ગુરુનાનક ચોક તરફ જતા માર્ગ પર સરકારી વાહન તેમજ એમ્બ્યુલન્સ સિવાયના ફોર વ્હીલ વાહનો તેમજ ભારે વાહનો ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે. જેમાં ભારે વાહનોને રાત્રિના ૮થી સવારના ૬.૦૦ કલાક સુધી મુક્તિ આપવામાં આવે છે.