Get The App

ઉત્તર ગુજરાતમાં ૩૦ મેથી 2 જૂન દરમિયાન કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના

- બે દિવસથી આકાશમાં ધૂળની ડમરીઓ ઉડી

- હવામાનમાં પલટો આવતા સતત પવન ફુંકાઈ રહ્યો છે બફારો, ઉકળાટથી રહીશો પરેશાન

Updated: May 30th, 2020

GS TEAM

Google News
Google News
ઉત્તર ગુજરાતમાં ૩૦ મેથી 2 જૂન દરમિયાન કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના 1 - image

ડીસા, તા. 29 મે 2020, શુક્રવાર

રાજ્યમાં તાપમાનનો પારો દિવસે ને દિવસે ઉંચો જઈ રહ્યો છે. હાલમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. બે દિવસથી આકાશ વાદળછાયું અને માર્ગો પર ધૂળની ડમરીઓ ઉડી રહી છે તેમજ રાત્રિ દરમિયાન ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ૩૦ મે થી ૨ જૂન સુધીમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.

ઉત્તર ગુજરાતમાં હાલમાં ગરમીનો પારો ધીરે ધીરે ઉંચકાઈ રહ્યો છે. જ્યારે હવામાનમાં પલટો આવતા મહત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો થયો છે. જ્યારે હવામાન વિભાગ માટે કામ કરતી એક્યુવેધરના જણાવ્યાનુસાર ડીસામાં ૩૯.૫ ડિગ્રી, પાલનપુરમાં ૪૧.૦ ડિગ્રી, અમીરગઢમાં ૪૧.૦ ડિગ્રી, અંબાજીમાં ૪૦.૦ ડિગ્રી, આબુરોડ ૪૧.૦ ડિગ્રી, ઈડરમાં ૪૨.૦ ડિગ્રી, મહેસાણામાં ૪૧.૦ ડિગ્રી, ઊંઝામાં ૪૧.૦ ડિગ્રી, સિધ્ધપુરમાં ૪૧.૦ ડિગ્રી, પાટણમાં ૪૨.૦ ડિગ્રી, મોડાસામાં ૪૨.૦ ડિગ્રી, હિંમતનગરમાં ૪૧.૦ ડિગ્રી, ખેડબ્રહ્મામાં ૪૨.૦ ડિગ્રી, મહત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.

ગરમીનો આકરો મારો થવાના કારણે લોકોની સ્થિતિ કફોડી બની રહી છે. ભારે ગરમીની અસર લોકો પર જોવા મળી રહી છે. જ્યારે ૩૧મી મે સુધીમાં ધીરે ધીરે તાપમાનનો પારો નીચે જશે તેવી આગાહી હવાાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠામાં છેલ્લા બે દિવસથી હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. જેના લીધે પવનની ગતિથી ફુંકાતા ધૂળની ડમરીઓ ઉડી રહી છે જેનાથી લોકો પરેશાન થઈ ઉઠયા છે. જ્યારે વાદળછાયું વાતાવરણ રહેતા મહત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ દિવસ દરમિયાન બફારો અને ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ૩૦ મે થી ૨ જૂનના ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.

Tags :