Get The App

લાખણીના જસરામાં અશ્વોની કરતબો જોઈ લોકો મંત્રમુગ્ધ

- અશ્વ મેળાના ત્રીજા દિવસે

- પોલીસ અશ્વ દળના ઘોડાઓએ ટેંટ પેગીંગ, જમ્પીંગ અને પાટીદોડ જેવા દિલધડક શો કર્યા

Updated: Feb 27th, 2022

GS TEAM

Google News
Google News
લાખણીના જસરામાં અશ્વોની  કરતબો જોઈ લોકો મંત્રમુગ્ધ 1 - image

લાખણી, તા.27

 લાખણી તાલુકાના જસરા ગામે બુઢેશ્વર મહાદેવ મંદિરે પાંચ દિવસીય અશ્વ મેળાનો પ્રારંભ થયો છે. આ મેળામાં ભાગ લેવા આવેલ ગુજરાત કાઠિયાવાડ અને રાજસ્થાનના પાણીદાર અશ્વોની વિવિધ કરતબો સાથે પોલીસદળના અશ્વો પણ પોતાની કરતબો બતાવી રહ્યાં છે. આ અશ્વ મેળાના ત્રીજા દિવસે અશ્વોના કરતબો જોઈ લોકો મંત્રમુગ્ધ બન્યા હતા.

લાખણી તાલુકાનું નાનકડું એવું જસરા ગામ બુઢેશ્વર મહાદેવ મંદિરના ઓમ નમથ શિવાયના નાદ અને અશ્વોની હણહણાટીથી ગૂંજી ઉઠયું હતું. આજે પોલીસ અશ્વ દળના ઘોડાઓ દ્ધારા અશ્વનું પ્રદર્શન ટેંટ પેગીંગ, જમ્પીંગ જેવા શો યોજાયા હતા. પ્રદર્શનમાં અશ્વોએ આજે પાટીદોડ અને નાચ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિના અધ્યક્ષ મહેશભાઈ દવેએ જણાવ્યુ હતુ કે, આજના આધુનિક અને ટેકનોલોજીના યુગમાં ભુલાતી જતી અશ્વ કળાને જીવંત રાખવા  ૧૧ વર્ષથી  દર વર્ષે શિવરાત્રિ પર્વ ઉપર અશ્વ મેળાનું આયોજન કરવામાં આવે છે. અહીં  ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી આવેલા અશ્વોએ દિલધડક કરતબ કરાવી લોકોને ભરપૂર મનોરંજન પૂરું પાડી રહ્યા છે.

નેશનલ ચેમ્પિયન પંજાબી પાડો આકર્ષણનું કેન્દ્ર રહ્યો

જસરા ગામે યોજાઇ રહેલા પાંચ દિવસીય અશ્વ મેળામાં (લક્ષ્મી ડેરી) પંજાબથી આવેલ બુલ (પાડો) ભારતનો સૌથી ઊંચો અને સૌથી વધારે વજન ધરાવતો પાડો આવી પહોંચતાં તેને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટયા હતા.

આનંદ મેળાનું લોકોએ મનોરંજન માણ્યું

અશ્વ મેળાની સાથે સાથે આનંદ મેળામાં ખાણીપીણી અને રમકડાનાં સ્ટોલ સાથે વિવિધ રાઇડ્સ જેવી કે ચકડોળ, મોતનો કુવો, ટોરા ટોરા, બ્રેકડાન્સ, હોડી, જંપીગ અને જાદુગર-શો સહીત તમામ મનોરંજનનો યુવાનો અને બાળકો આનંદ લઇ રહ્યા છે.