પાલનપુર શહેરની રાગીણી બની પ્રથમ લેડી પાયલોટ
- મુકબધીર બાળકોને શિક્ષણ પીરસતા શિક્ષકોને રાષ્ટ્રપતિ એવોર્ડ
- બનાસકાંઠાની દિવ્યાંગ અને વિધવા મહિલા પરિવારનું પોષણ કરવા ચાની કિટલી ચલાવે છે
પાલનપુર,તા.07 માર્ચ 2020, શનિવાર
બનાસકાંઠાના છેવાડે આવેલ ધાનેરા તાલુકાના નાના સરખા વિજાપુરા (ચારડા) ગામના કાનુબેન રાવતભાઈ ચૌધરીએ પશુપાલનના વ્યવસાય થકી વર્ષે ૨.૭૬ લાખ લીટર દૂધનુ ઉત્પાદન કરીને ૭૧.૨૨ લાખની કમાણી કરી છે. જોકે રાજકીય ક્ષેત્રે પણ મહિલાઓનુ વિશેષ યોગદાન રહેલું છે. જેમાં બનાસકાંઠાના રબારી સમાજની એક દિકરી પણ પોતાના હુન્નરને લઈ હાલ રાષ્ટ્રીય મહિલા આયોગમાં સ્થાન મેળવ્યું છે. નાનપણથી અભ્યાસ સાથે લોકસેવાના કાર્યો કરતા ડીસાના ર્ડા.રાજુલબેન દેસાઈ લો કોલેજના પ્રોફેસરનીસાથે પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેમની મહિલા ઉત્થાનની પ્રવૃત્તિઓને લઈ સરકાર દ્વારા તેમની રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય તરીકે નિમણૂંક કરાઈ છે.
પાલનપુરની રાગીણી પરમાર નામની યુવતિએ ખરા અર્થમાં બાળપણથી જ આકાશમાં વિમાનની ઉડાન ભરવાનું સપનું સેવનાર રાગીણી પરમારે પાલનપુરના કુંવરબા સ્કૂલમાં ધો.૧૨ સુધીનું શિક્ષણ મેળવ્યા બાદ ઉચ્ચ અભ્યાસ થકી દિલ્લી એર ઈન્ડીયામાં પાયલોટ તરીકે નિમણૂંક પામી છે. બનાસકાંઠા જિલ્લાની પ્રથમ મહિલા પાઈલોટ બનીને મહિલાઓને પ્રેરણા પુરી પાડી છે. પાલનપુરમાં મુકબધીરો બાળકોને તેમની સમજણમાં શ્રેષ્ઠ સિક્ષણ પીરસીને એક મહિલા શિક્ષકે રાષ્ટ્રપતિના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય એવોર્ડ મેળવીને બનાસકાંઠાની યશ કલગીમાં વધુ મોરપીંછ ઉમેર્યું છે. પાલનપુરમાં મમતા મંદિરના શ્રવણ દિવ્યાંગ બાળકોને તેમની સમજમાં ઉચ્ચ શિક્ષણ આપનાર શિક્ષિકા કંચનબેન પંડયા રાજ્ય તેમજ કક્ષાએ રાષ્ટ્રપતિના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો પારિતોષિક એનાયત થયેલ છે. શિક્ષણક્ષેત્રે પછાત ગણાતા બનાસકાંઠા માટે કંચનબેન પંડયા શ્રેષ્ઠ શિ૭કનો એવોર્ડ મેળવીને ખરા અર્થમાં કંચન પુરવાર થયા છે. પાલનપુરની દિવ્યાંગ અને વિધવા મહિલા ટીનાબેન ઠાકોર ચાની કિટલી પર આખા પરિવારનું ગુજરાન ચલાવીને બેરોજગારોને રોજગારીની પ્રેરણા પુરી પાડી રહી છે. મૂળ ટાકારવાડા ગામની વતની અને નાની ઉંમરે વિધવા બનેલ દિવ્યાંગ ટીનાબેનના માથે તેમની એક દિકરીની જવાબદારી આવતા તેમને હિંતમ હાર્યા વિના પાલનપુરમાં ચાની લારી શરૃ કરીને પેોતાની બાળકીને ધો.૧૨ સુધીનું ઉચ્ચ શિક્ષણ આપ્યું છે. અને સ્વરોજગારી થકી આત્મનિર્ભર બની પરિવારનુ ગુજરાન ચલાવી અન્ય દિવ્યાંગ મહિલાઓને પ્રેરણા આપી રહી છે.