પાલનપુર: બાકી કર મામલે ત્રણ દુકાનોને સિલ કરી 54842ની વસુલાત

- નગરપાલિકા વેરા વસુલાત ઝૂંબેશમાં

- 85 વેપારીઓને નોટીસ ફટકારી દુકાનો સીલ કરવાની કાર્યવાહીથી બાકીદારોમાં ફફડાટ

પાલનપુર,તા.28

પાલનપુર નગરપાલિકા દ્રારા વિવિધ વેપાર ધંધાનો બાકી વ્યવસાય વેરાની વસુલાત કરવા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છ જેમાં બાકી કર મામલે શહેરના ૮૫ જેટલા વેપારીઓને નોટીસો અપાઈ છે. અને ધણીયાણા ચાર રસ્તા વિસ્તારમાં કર ન ભરનાર વેપારીઓની ત્રણ દુકાનો સિલ કરી સ્થળ પર ૫૪ હજાર ઉપરાંતની વસુલાત કરવામાં આવી હતી.

પાલનપુર પાલિકાની વ્યવસાય વેરા શાખા દ્રારા વેપારીઓના બાકી લહેણાની વસુલાત કરવા વેરા વસુલાત ઝૂબેશ હાથ ધરવામાં આવી છ.ે જેમાં વ્યવસાય વેરા અધિકારી કમલેશ ત્રિવેદી અને તેમની ટીમે બાકી કર મામલે ૮૫ જેટલા વેપારીને પાલિકાનું બાકી લહેણુ ભરપાઈ કરી જવા નોટીસો ફટકારવામાં આવી છે. અને બાકી કર મામલે ધણીયાના ચાર રસ્તા વિસ્તારની જુદીજુદી ત્રણ દુકાનોને સિલ કરી સ્થળ પર બાકી કર રૃ.૫૪.૮૪૨ ની વસુલાત કરવામાં આવતા વ્યવસાય વેરાની વસુલાત માટે પાલિકાની દુકાનો સિલ કરવાની કડક કાર્યવાહીને લઈ શહેરના અન્ય બાકીદાર વેપારી ઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

City News

Sports

RECENT NEWS