ઉત્તર ગુજરાતના મોટાભાગના શહેરોનું તાપમાન 15 ડિગ્રી આસપાસ
- મહેસાણામાં 16 ડિગ્રી, સવારે-સાંજે ઠંડી, બપોરે ગરમી
ડીસા, તા. 12 ફેબ્રુઆરી 2020, બુધવાર
ઉત્તર ગુજરાતમા કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. જે બાદ લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાતા ઠંડીમાં પણ ઘટાડો નોંધાવા પામ્યો છે. જેના લીધે હાલમાં લોકોએ ઠંડીથી રાહત અનુભવી રહ્યા છે.
ઉત્તર ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. જે બાદ લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાતા ઠંડીમાં પણ ઘટાડો નોંધાવા પામ્યો છે. જેના લીધે હાલમાં લોકોએ ઠંડીથી રાહત અનુભવી રહ્યા છે.
હવામાન વિભાગ માટે કામ કરતી એક્યુવેધરના જણાવ્યાનુસાર ડીસામાં ૧૩.૬ ડિગ્રી, પાલનપુરમાં ૧૬.૦ ડિગ્રી, વાવમાં ૧૫.૦ ડિગ્રી, થરાદમાં ૧૫.૦ ડિગ્રી, ભાભરમાં ૧૯.૦ ડિગ્રી, અમીરગઢમાં ૧૪.૦ ડિગ્રી, અંબાજીમાં ૧૩.૦ ડિગ્રી, આબુરોડ ૧૪.૦ ડિગ્રી, ઈડરમાં ૧૫.૦ ડિગ્રી, મહેસાણામાં ૧૬.૦ ડિગ્રી, ઊંઝામાં ૧૬.૦ ડિગ્રી, સિધ્ધપુરમાં ૧૬.૦ ડિગ્રી, પાટણમાં ૧૬.૦ ડિગ્રી, મોડાસામાં ૧૬.૦ ડગ્રી, હિંમતનગરમાં ૧૬.૦ ડિગ્રી, ખેડબ્રહ્મામાં ૧૫.૦ ડિગ્રી, લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યુ હતું.
હિમાચલપ્રદેશ અને જમ્મુ- કાશ્મીરમાં હિમવર્ષની સીધી અસર જોવા મળી રહી છે. પહાડી વિસ્તારોમાં ચારેબાજુ બરફની ચાદર છવાયેલી છે. જ્યારે તેની અસરના પગલે ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડતા કાતીલ ઠંડીનો લોકોએ અહેસાસ કર્યો હતો. જે બાદ લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડી ઓછી થવા પામી હતી. જોકે હાલમાં ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠામાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને લઈ ઠંડીમાં ઘટાડો નોંધાતા લોકોએ ઠંડીથી રાહત અનુભવી રહ્યા છે.