Get The App

લકઝરી અને ડમ્પર ટકરાતાં એક વ્યક્તિનું મોતઃ10ને ઇજા

- ધાનેરાના સામરવાડા ગામ નજીક

- અકસ્માત સર્જાતા આસપાસના લોકો રાહત બચાવની કામગીરી માટે દોડી આવ્યા

Updated: Jan 12th, 2020

GS TEAM

Google News
Google News
લકઝરી અને ડમ્પર ટકરાતાં એક વ્યક્તિનું મોતઃ10ને ઇજા 1 - image

તા. 11 જાન્યુઆરી 2020 ,શનિવાર

ધાનેરાથી ૧૦ કિલોમીટરના અંતરે સામરવાડા ગામે લકઝરી અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા ઘટના સ્થળે એક વ્યક્તિ નું મોત થયું હતું એન ૧૦ કરતા વધુ લોકો ઘાયલ થયા હતા લોકોએ સ્થાનિક તંત્ર ને જાણ કરતા લાખણી ડીસા અને ધાનેરા ની ૧૦૮ આવી પહોંચી હતી અને તમામ ને પ્રાથમિક સારવાર આપી આગળની સારવા માટે અન્ય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. લકઝરીના કેબીનમાં ફસાયેલ ચાલકને ૩ કલાકની જાહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. જે સીબી સહિત ક્રેન જેવા મોટા વાહનો લાવી ને લકઝરી ચાલકને બહાર નીકળવામાં સફળતા મળી હતી. અકસ્માત ની જાણ કરવા છતાં પણ ધાનેરા પોલીસ ૧ કલાક કરતા વધુ લેટ આવતા લોકોમાં રોષ ફેલાઇ જવા પામ્યો હતો. આવવ્યા પછી પણ જેસીબી લાવવામાટે એક કલાક જેટલો સમય પોલીસે પસાર કર્યો હતો. હર હમેશ સતત સુરક્ષા નો દાવો કરતી ધાનેરા પોલીસઆ અકસ્માતની ઘટનામાં કયાંક ને કયાંક ઉણી ઉતરી હતી.

Tags :