પાલનપુરના પખાણવા ગામે પ્રેમીયુગલનો આપઘાત
- લગ્ન શક્ય ન હોય શાળામાં જઇ પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાધો
- વહેલી સવારે જાણ થતા ગામ લોકોના ટોળા શાળાએ ઉમટયા
પાલનપુર તા.15 માર્ચ 2020, સોમવાર
પાલનપુર તાલુકાના પખાણવા ગામની પ્રાથમિક શાળામાં રાત્રીમાં સમયે ગામના જ પ્રેમી યુગલે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે વહેલી સવારે ગ્રામલોકોને જાણ થતાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. જોકે મારતા પહેલા પ્રેમી એ લખેલ સુસાઇટ નોટમાં તેમના લગ્ન શક્ય ન હોઇ તેમને આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
પાલનપુર તાલુકાના પખાણવા ગામના જીતેન્દ્ર હરચંદભાઇ આહળીયાતર નામના ૨૦ વર્ષીય યુવકને ગામની ૧૮ વર્ષીય યુવતી પાયલ સાથે આંખ મળી જતા બંને વચ્ચે છેલ્લા ઘણા સમયથી ગાંઠ પ્રેમસંબંધ બંધાયો જોકે આ પ્રેમી પંખીડા એક જ સમાજના હોઇ જેથી તેમના લગ્ન શક્ય ન હોવાને લઇ બંને પ્રેમી એ સાથે જીવવા મરવાના કોલ નીભાવવા માટે રવીવારની રાત્રીના સમયે ગામમાં આવેલ સ્કૂલમાં સાડીના ટુકડા વડે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. બનાવ અંગે વહેલી સવારે ગામજનો ને જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. અને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને મૃતદેહને નીચે ઉતારીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે પખાણવા ગામે પ્રેમી પંખીડાના આપઘાત ને બંનેના પરીવારમાં શોક નો માહોલ છવાઇ જવા પામ્યો હતો.