થરાદ માર્કેટયાર્ડમાં વરસાદના કારણે 3000 બોરી અનાજ પલળતાં નુકશાન
- એક માસ અગાઉ પણ કમોસમી વરસાદમાં ખેડૂતોને નુકસાન થયું હતું
થરાદ વાવ પંથકમાંભારે પવન સાથે વાવાઝોડું અને વરસાદે અમુક વિસ્તારોમાં ભારે સપાટો બોલાવ્યો હતો. જોકે થરાદ શહેરમાં ભારે પવન અને વરસાદનુ ઝાપટું આવવાના કારણે અફરાતફરી મચી જવા પામી હતી. જોકે સરકારની ગાઈડલાઈન મુજબ થરાદ માર્કેટયાર્ડ ખોલવામાં આવ્યું હતું. અને ખોલતાની સાથે જ વિવિધ પ્રકારના પાકો માર્કેટયાર્ડમાં આવવા લાગ્યા હતા. જોકે સારી એવી આવકમાં થરાદ માર્કેટયાર્ડમાં આવી રહેલા પાકોને બુધવારની સાંજે આવેલા ભયંકર પવન સાથે આવેલા વરસાદે જે દુકાનદારોએ ખરીદીને રાખેલો માલ એકાએક આવેલા વરસાદી ઝાપટાને કારણે અંદાજે ૩૦૦થી વધારે અનાજની બોરીઓ પાણીમાં પલળી ગઈ હતી. જેથી લાખો રૃપિયાનું નુકશાન થરાદયાર્ડ માર્કેટને ભોગવવાનો વારો આવ્યો હતો.
જોકે ોટા પ્રમાણમાં આવેલા અનાજ રાયડો, ઝીરૃ, અજમો, એરંડાની બોરીઓ મળવાના કારણે તેમને મોટા પ્રમાણમાં નુકશાન થવા પામ્યું હતું. માર્કેટયાર્ડના ડિરેક્ટર અને વેપારી જ્યંતિભાઈ પટેલે જણાવ્યું હતુ કે એકાએક આવી પડેલા વરસાદ અને વાવાઝોડાના કારણે થરાદ માર્કેટયાર્ડના વેપારીઓના લાખો હજારો બોરી વરસાદમાં પલળી જવા પામી હોવાનું વેપારીઓ પાસેથી જાણવા મળ્યું હતું. મોટું નુકશાન વેઠવું પડયું હતું.