Get The App

બનાકાંઠામાં પશુ આહારના ભાવમાં 30 થી 40 ટકાનો વધારોઃ પશુપાલકોની હાલત કફોડી

- લોકડાઉનમાં ખાદ્યસામગ્રીના ભાવોમાં પણ ઉછાળો

- પાપડીની બોરી 1200ના સીધા જ 1600 રૂપિયા થઈ ગયાઃ રૂ.300 થી 400નો વધારો કરી ઉઘાડી લૂંટ

Updated: Apr 8th, 2020

GS TEAM

Google News
Google News
બનાકાંઠામાં પશુ આહારના ભાવમાં 30 થી 40 ટકાનો વધારોઃ પશુપાલકોની હાલત કફોડી 1 - image

ડીસા, તા.08 એપ્રિલ 2020, બુધવાર

બનાસકાંઠા જિલ્લામાં લોકડાઉનની અસર હવે પશુપાલકોને પણ થવા લાગી છે. જેમાં લોકડાઉન બાદ પશુ આહારના ભાવમાં ૩૦ થી ૪૦ ટકા જેટલો વધારો થતા પશુપાલકોની હાલત કફોડી બની છે. ઉપરાંત હાલ શાકભાજી તેમજ ખાવા, પીવાની ચીજવસ્તુઓના ભાવમાં પણ ઉછાળો જોવા મળે છે.

બનાસકાંઠા એ પશુપાલન પર નભતો જિલ્લો છે. અહીંયા મોટાભાગના લોકો પશુપાલન પર નિર્ભર છે ત્યારે કોરોનાને લઈને ૨૧ દિવસના લોકડાઉનની સ્થિતિમાં પશુપાલકોની હાલત કફોડી બની રહી છે. લોકડાઉનના  કારણે હાલ વિવિધ પશુ આહારના ભાવમાં ૩૦ થી ૪૦ ટકા સુધીનો ભાવ વધી ગયો છે જેથી પશુપાલન પર વધુ એક બોજો સહન કરવાનો વારો આવ્યો છે. પશુઓને ખવડાવવા માટે આપવામાં આવતી પાપડીની બોરી ૧૨૦૦ રૃપિયામાં મળતી હતી. જે ૧૫૦૦થી ૧૬૦૦ રૃપિયામાં મળે છે. એટલે ૩૦૦થી ૪૦૦નો વધારો છે. જીરાડો ૧૦૦૦માં મળતો હતો. જે હવે ૧૪૦૦થી ૧૫૦૦માં મલે છે. જેમાં ૪૦૦થી ૫૦૦નો વધારો તયો છે. જવ ભરડો ૯૦૦ રૃપિયામાં મળતો હતો. જે ૧૧૦૦ થી ૧૨૦૦માં મળે છે. આમ દરેક પશુ આહારના ભાવમાં ૫૦૦થી ૪૦૦ રૃપિયા સુધી વધી જતા પશુપાલકોની હાલત કફોડી બની છે. જોકે આ ભાવ વધારો મિલો બંધ હોવાના કારણે કંપનીઓએ જ વધારો કર્યો હોવાનું ડીલરો જણાવી રહ્યા છે. વેપારીઓનું માનીએ તો હાલ જથ્થાબંધ વેપારી અને ફેક્ટરી માલિકો પાસે કાચુ મટીરીયલ ન હોવાના કારણે તેઓએ ભાવ વધારી દીધા છે.

Tags :