રાજસ્થાનમાં1 માસથી ફસાયેલા શ્રમિકો 200 કિ.મી. ચાલીને ભીલડી પહોંચ્યા
- ભુખ્યા રહીશું પણ કદી હવે વતન બહાર નહિં જઇએ
- કચ્છના અંજાર જિલ્લાના સાથું ગામના શ્રમિકો મજુરી અર્થે ગયા હતા
ભીલડી તા.08 મે, 2020,
શુક્રવાર
છેલ્લા એક માસથી અમે રાજસ્થાનના ઝાલોરનું સાથું ગામે
કોલસા પાડવા માટે મંજુરી અર્થે ગયા હતા. જોકે કોરોના વાયરસના કારણે લોકડાઉન થતાં
ત્યાં ફસાઇ ગયા હતા. પરિવારના મહિલા બાળકો મળી ૨૭ સભ્યોને જમવામાં પણ મુશ્કેલીઓ પડતાં
ત્યાથી રેલવે ટ્રેક ઉપર ચાલી નીકળી ૨૦૦ કિલોમીટરનું અંતર કાપીને ૭ દિવસે ભીલડીલ
પહોંચ્યા હતા. અને ભુખ્યા રહીશું પણ કદી હવે વતનમાંથી બહાર નહિ જઇએ તેમ કહેતા
કચ્છના કાનમેર તાલુકો રાપર ગામના શ્રમિકની આંખોમાં જળજળીયા આવી ગયા હતા.
કોરોના વાયરસના હાહાકાર વચ્ચે લોકડાઉન થતાં મજુરી
અર્થે ગયેલા લોકો જેતે સ્થળે ફસાઇ ગયા છે. જેમને જમવા સહિતની મુશ્કેલીઓ પડી રહી
હોવાથી હાલત કફોડી બની જવા પામી છે. અને તેઓ યેન કેન પ્રકારે વતન ભણી જવાનો
પ્રયત્ન કરી રહ્યા છે. જ્યાં કચ્છના અંજાર જિલ્લાના સાથું ગામના શ્રમિકો પણ છેલ્લા
એક માસથી અમે રાજસ્થાન ઝાલોરાનું સાથું ગામે મજુરી અર્થે ગયા હતા. જોકે કોરોના
વાયરસના કારણે લોકડાઉન થતાં ત્યાં ફસાઇ ગયા હતા. જેઓ શુક્રવારે ભીલડી આવ્યા હતા. આ
અંગે પરિવારના મોભીએ જણાવ્યું હતું કે સાથું ગામે લોકડાઉન દરમિયાન મહિલા બાળકો મળી
૨૭ સભ્યોને જમવામાં પણ મુશ્કેલીઓ પડતા ત્યાંથી રેલવે ટ્રેક ઉપર ચાલી નીકળી ૨૦૦
કિલોમીરટનું અંતર કાપી ભીલડી પહોંચ્યા છીએ. અમે ભુખ્યા રહીશું પણ કદી હવે વતનમાંથી
બહાર નહિ જઇએ તેમ કહેતા કચ્છના રાપર તાલુકાનું કાનમેર ગામના શ્રમિકની આંખોમાં
જળજળીયા આવી ગયા હતા. દરમિયાન ભીલડી ખાતે પીએસઆઇ એસ.વી.આહીર, સરપંચ
મહેશભાઇ મોદી,
મામલતદાર પારધી સહિત અગ્રણીઓએ આ તમામ શ્રમિકો માટે ભોજનની
વ્યવસ્થા કરી હતી. અને વાહનની પણ વ્યવસ્થા કરી તેમના વતનમાં રવાના કરી માનવતાનું
ઉદાહરણ પુરૃ પાડયું હતું.
બાળકોને ઉપાડતાં પગે જરાળા ભરાઇ ગયા
કચ્છના રાપર તાલુકાનું કાનમેર જવા માટે રેલવે ટ્રેક
ઉપર ચાલી નીકળેલા શ્રમિક પરિવારમાં નાના બાળકો પણ હોઇ તેમને ઉંચકીને ચાલતાં હતા.
પરિણામે પગામાં જરાળા તેમજ ખભા ઉપર ફોલ્લીઓ ઉપડી ગઇ હતી. અત્યન્ત દયનિય હાલતમાં
રહેલા આ પરિવારને ભીલડીમાં મદદ મળતાં તેમણે સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.