પાટણ જિલ્લામાં 4 પુરુષ અને 1 મહિલા સહિત 5 વ્યક્તિઓને કોરોના પોઝિટિવ
- રાધનપુરના ૪૫ વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત
- સિધ્ધપુરમાં ૪ અને પાટણમાં ૧ કેસ પોઝિટિવ નોંધાયો ઃ જિલામાં કુલ પોઝિટિવ કેસ ૨૮૫ થયા
પાટણ, તા. 7 જુલાઈ, 2020 મંગળવાર
પાટણ જિલ્લાના સિધ્ધપુરમાં કોરોનાએ રી એન્ટ્રી કરતા
વધુ ૪ કેસ નોંધાયા છે. જ્યારે પાટણ શહેરમાં ૧ મળી
જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ ૨૮૫ થઈ ગયા છે. જેને લઈ સ્થાનિક તંત્રમાં દોડધામ
મચી ગઈ હતી. જોકે સિધ્ધપુર શહેર તાલુકામાં મળી કુલ ૩૯ પોઝિટિવ કેસ થી ગયા છે તો
પાટણ શહેરમાં કુલ પોજિટિવ કેસ ૧૩૩ પર પહોંચી ગયો છે.
સિધ્ધપુરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા શહેરના ૬ જેટલા
એસોસિએશને તા. ૩ જુલાઈથી ૩૧ જુલાઈ સુધી સવારના ૬ થી બપોરના ૨ વાગ્યા સુધી દુકાનો ચાલુ
રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો તેમ છતાં કોરોનાનું સંક્રમણ ધીરે ધીરે વધતું જઈ રહ્યું
છે. જેને લઈ શહેરના નાગરિકો પણ શહેરમાં ૧૪ દિવસ સુધી કડક લોકડાઉન કરવામાં આવે તેવી
માંગ પણ કરી રહ્યા છે. જેન ીવચ્ચે સિધ્ધપુર શહેરમાં વધુ ૪ પોઝિટિવ કેસ નોંધાતા હડકંપ
મચી ગયો હતો. સિધ્ધપુર શહેરમાં સનનગર સોસાયટીના ૩૩ વર્ષીય પુરુષ, બ્રાહ્મણીયા
પોળના ૭૫ વર્ષીય વૃધ્ધ જ્યારે ગુરુનાનક સોસાયટીની બાજુમાં લીલાશાનગરમાં રહેતા ૪૭ વર્ષીય
મહિલા અને ૪૫ વર્ષીય પુરુષ તેમજ પાટણ હીંગળાચાચર ચાચર બગવાડાનો વિસ્તારના ૬૫ વર્ષીય
પુરુષ સહિતના પાંચ વ્યક્તિઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા પરિવારના
સભ્યોને કોરોન્ટાઈન કરી તે વિસ્તારને સેનેટાઈઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે સિધપુર શહેરમાં
૧૫ અને તાલુકામાં ૨૩ મળી કુલ ૩૮ પોઝિટિવ કેસ થઈ ગયા છે જ્યારે જિલ્લામાં કુલ પોઝિટિવ
કેસ ૨૮૫ પર પહોંચી ગયો હતો.
રાધનપુરના ૪૫ વર્ષીય પુરૃષને કોરોના ભરખી ગયો
પાટણ જિલ્લામાં કોરોનાનું તાંડવ જોવા મળી રહ્યું છે.
જેમાં મંગળવારે રાધનપુરના ૪૫ વર્ષીય પુરૃષનું સારવાર દરમિયાન ધારપુર હોસ્પિટલમાં
કોરોનાથી મોત નીપજ્યું છે. જેને લઇ પાટણ શહેરમાં ૧૫ અને જિલ્લામાં કુલ ૨૭ દર્દીઓને
કોરોના ભરખી જતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જોકે ૧૫૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં
આવેલ છે. જ્યારે હજુ શંકાસ્પદ ૩૪૧ દર્દીઓને રિપોર્ટ પેન્ડિંગ રહેલ છે.