પાલનપુરમાં વધુ ત્રણ યુવકો કોરોનાની ઝપટમાં આવ્યા
- પોઝીટીવ કેસોમાં સતત વૃદ્ધિ થતા સંક્રમિત દર્દીઓનો ગ્રાફ 11 તથા આંક 159 પહોંચ્યો
પાલનપુર,તા.18 જૂન 2020, ગુરૂવાર
બનાસકાંઠા જિલ્લામાં કહેર વર્તાવી રહેલ કોરોના વાઈરસ છેલ્લા કેટલાક દિવસોથી પાલનપુરને બાનમાં લઈ રહ્યો હોય તેમ રોજબરોજ પોઝીટીવ કેસોમાં વૃદ્ધિ થઈ રહી છે. જે વચ્ચે વધુ ત્રણ યુવકોના રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતા છેલ્લા ૧૩ દિવસમાં કોરોના સંક્રમિતોનો આંક ૧૧ પર પહોંચી જતા લોકોમાં ભયનો માહોલ ઉભો થવા પામ્યો છે.
વિશ્વના અર્થતંત્રની કમર ભાગી નાખનાર કોરોના મહામારી છેલ્લા અઢી માસથી બનાસકાંઠા જિલ્લામાં કહેર વર્તાવી રહી છે. જેમાંય લોકડાઉન બાદના અનલોક છૂટછાટ મળતા કોરોનાનું સંક્રમણ રેકેટ ગતિએ ફેલાતા રોજબરોજ કોરોના પોઝીટીવ કેસોનો આંક આકાશને આંબવા લાગ્યો છે. ચાર તબક્કાના લોકડાઉનમાં કોરોનામુક્ત રહેનારું પાલનપુર શહેર અનલોકમાં કોરોનામાં સપડાયું છે. જેમાં તા.૬ જૂનના રોજ સૌ પ્રથમવાર બે મહિલના રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યા બાદ સંક્રમણનો ફેલાવો વધતા દિનપ્રતિદિન પોઝીટીવ કેસોમાં વૃદ્ધિ થઈ રહી છે. જેમાં ગુરૃવારે વધુ ત્રણ યુવકના રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતા છેલ્લા ૧૩ દિવસમાં પાંચ મહિલા અને છ પુરુષ મળીને ૧૧ વ્યક્તિ કોરોનાગ્રસ્ત બનવાની સાથે જિલ્લાનો સંક્રમિત દર્દીઓનો આંક ૧૫૯ને આંબી જતા આરોગ્યતંત્ર વિમાસણમાં મુકાઈ જવાની સાથે લોકોમાં કોરોનાના વધતા જતા સંક્રમણને લઈ ફફડાટની લાગણી છવાઈ છે.
પાલનપુરમાં વધુ ત્રણ સંક્રમિત દર્દીઓ
૧. વિપુલ શંકરભાઈ ફોશી ઉ.વ.૩૦ રહે.સિટીલાઈટ રેસીડેન્સી, આકેસણ રોડ પાલનપુર
૨. વિજય સોમાભાઈ ઠાકોર ઉ.વ.૩૮, રહે.વે-વેઈટ હોટલની પાછળ, પાલનપુર
૩. શરણ ઉમાશંકર ગુપ્તા ઉ.વ.૪૩ રહે.શાંતિ નિકેતન સોસાયટી, એગોલારોડ, પાલનપુર
પાલનપુરમાં અનલોકના 13 દિવસમાં 11 કેસ
ચાર તબક્કાના લોકડાઉનમાં કોરોનામુક્ત રહેનાર પાલનપુર શહેર અનલોકમાં ૬ જૂનના સૌ પ્રથમ બે મહિલાના રિપોર્ટકોરોના પોઝીટીવ આવ્યા બાદ રોજબરોજ કોરોનાના કેસોમાં વૃદ્ધિ થતા છેલ્લા ૧૩ દિવસમાં પાંચ મહિલા અને છ પુરુષ મળીને ૧૧ વ્યક્તિ કોરોનામાં સપડાયા છે.