પાલનપુરમાં પોલીસ જવાન બાળકીનો જીવનદાતા બન્યો
- હોસ્પિટલના બીસાને બિમાર બાળકીને જવાને લોહી આપી નવજીવન આપ્યું
પાલનપુર,તા.18 એપ્રિલ 2020, શનિવાર
પાલનપુરમાં કોરોનાથી લોકોને સુરક્ષિત રાખવા માટે ફરજ બજાવતા એક પોલીસ જવાને ફરજની સાથે એક જરૃરિયાતમંદ બિમાર બાળકીને તાત્કાલિક લોહીની જરૃરિયાત પુરી પાડીને એક કોરોના વોરિયર્સ તરીકેની ભૂમિકા અદા કરી છે.
બનાસકાંઠામાં કોરોનાના આક્રમણને રોકવા માટે પોલીસ જવાનો ખડેપગે સેવા બજાવી રહ્યા છે. ત્યારે પાલનપુર શહેરપૂર્વ પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ હરિભાઈ રતનસીભાઈ ચૌધરી શહેરના ગુરુનાનક ચોકમાં રાત્રીના સમયે સુરક્ષા વ્યવસ્થાની ફરજ નિભાવી રહ્યા હતા. તે લાખાભાઈ દેસાઈ નામનો એક વ્યક્તિ આ પોલીસ જવાન પાસે પોતાની ૧૬ માસની બિમારપુત્રી નેવ્યાને તાત્કાલિક ઓ નેગેટીવ બ્લડની જરૃર હોવાની વાતકરતા પોલીસ જવાન હરિભાઈ ચૌધરી નાની બાળકીનો જીવ બચાવવા માટે ત્વરિત રાત્રીના સમયે જ ભૂમિ વોલેન્ટરી બ્લડ બેન્કમાં પોતાનું રક્તનુ દાન કરી બાળકીનો જીવ બચાવી કોરોના વોરિયર્સ તરીકે પ્રેરણા પુરી પાડી હતી.