Get The App

ડીસામાં નગરસેવકને કોરોના પોઝીટીવનો રિપોર્ટ આવતા ખળભળાટ

- સામાન્ય સભામાં પણ ઉપસ્થિત રહ્યા હતા

- નગરસેવકના સંપર્કમાં આવેલ તમામ લોકોને કોરેન્ટાઈન કરાયા

Updated: Jun 1st, 2020

GS TEAM

Google News
Google News
ડીસામાં નગરસેવકને કોરોના પોઝીટીવનો રિપોર્ટ આવતા ખળભળાટ 1 - image

ડીસા,તા.31 મે 2020, રવિવાર

બનાસકાંઠાના ડીસામાં એક નગરસેવકને કોરોના પોઝીટીવ રિપોર્ટ આવતા જ નગરપાલિકાના તમામ નગરસેવકોને કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. સાથે સાથે નગરસેવકના સંપર્કમાં આવેલા તમામ હાઈરિસ્કમાં આવતા લોકોના પણ સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરી છે.

બનાસકાંઠામાં રોજેરોજ કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેમાં ગઈકાલે ડીસા નગરપાલિકાના એક નગરસેવક સહિત ૩ લોકોને કોરોના પોઝીટીવ રિપોર્ટ આવતા જિલ્લામાં કુલ સંખ્યાનો આંક ૧૦૯ થયો છે. જોકે ડીસાના નગરસેવક પરાગ ઉર્ફે દિપક પઢીયારનો કોરોના પોઝીટીવનો રિપોર્ટ આવતા જ નગરપાલિકામાં ખળભળાટ મચી ગયો હતો. કારણકે ૫ દિવસ અગાઉ જ ડીસા નગરપાલિકાની સાધારણસભાયોજાઈ હતી. જેમાં ડીસા નગરપાલિકાના તમામ નગરસેવકો સહિત પત્રકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આરોગ્ય વિભાગે હાલમાં સામાન્ય સભામાં આવેલ તમામ ૪૪ નગરસેવક સહિત ૫૨ હાઈરિસ્કમાં આવતા લોકોને કોરેન્ટાઈન કર્યા છે. તેમજ દર્દીના સંપર્કમાં આવનાર તમામ લોકોના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે.

Tags :